ડૉ. ગૌરાંગ પટેલ, ડૉ. કેલ્વિન વૈશનાની તથા ડૉ. જયસન ધામેચાની પ્રશંસનીય કામગીરી
રાજકોટની જનતા માટે રાહત દરે સચોટ નિદાન અને તાત્કાલિક સારવાર માટે વિશ્ર્વાસનું પ્રતિક બની ગયેલી પંચનાથ હોસ્પિટલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજથીસાડા ત્રણ વર્ષ પહેલા એટલે કે જાન્યુઆરી 2021માં અનેક સંતો મહાત્માઓના આશીર્વાદથી શરૂૂ થયેલી પંચનાથ હોસ્પિટલ આજે સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા માટે રાહત દરે સચોટ નિદાન અને તાત્કાલિક સારવાર માટેનું આશ્રય સ્થાન બની ચુકી છે ટ્રસ્ટીઓની સેવાકીય ભાવના સફળ સંચાલન નિષ્ણાત તબીબો, વિવેકી અને વિનયી કર્મચારીઓ થકીદર્દીઓનો અતૂટ વિશ્ર્વાસ પંચનાથ હોસ્પીટલ સંપાદન કરી રહી છે.
- Advertisement -
હોસ્પિટલમાં લોહીના પરીક્ષણ માટે અતિ આધુનિક લેબોરેટરી દાંત, આંખ, કાન નાક ગળા, એક્સ રે, સોનોગ્રાફી, સીટી સ્કેન, તાત્કાલિક સારવાર જેવા વિભાગો કાર્યરત છે સાથો સાથ અનેક રોગોના સારવાર માટેના વિભાગો જેમ કે ઈ એન ટી, ગાયનેક, જનરલ સર્જરી, ઓર્થોપેડીક, બાળકોની સારવાર, પેટ આંતરડા, ન્યૂરોલોજી, જનરલ મેડીસીન, ચામડીના જટિલ રોગોના નિષ્ણાત તબીબોની ઓ પી ડી દ્વારા સચોટ નિદાન અને તેની રાહત દરે સારવાર પણ પંચનાથ હોસ્પિટલમાં જ કરવામાં આવે છેતાજેતરમાં ઇન્દુમતિબેન (ઉંમર વર્ષ 84) નામની મહિલા દર્દીને પગમાં લકવાની અસર ત્રણ કે ચાર દિવસથી પેટમાં કબજિયાત સાથે સતત દુખાવો તેમને જમણા તથા ડાબા હાથમાં લકવાની અસર થતાં તેણીને તાત્કાલિક સારવાર વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. આવી કપરી પરિસ્થિતિમાં ડો. ગૌરાંગ પટેલ, ડો. કાર્તિક મોઢા તથા મગજના ડો. કૌમિલ કોઠારીના સંયુક્ત પ્રયાસથી આ 84 વર્ષના મહિલા દર્દીને ફક્ત 13 દિવસમાં જ સાજા કરીને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
બીજા દર્દી કુલદીપભાઈ (ઉંમર વર્ષ 35)ને તાવ તથા ઠંડી છેલ્લા બે દિવસથી ભૂખ ન લાગવી સતત માથું દુખવું ચામડી પર ચાઠા પડી જવા જટિલ રોગ સાથે પંચનાંથ હોસ્પિટલ પર આવતા તેઓને સારવાર વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તમામ પ્રકારના લોહીના રીપોર્ટ કર્યા બાદ ડેન્ગ્યુના લક્ષણો જણાતા ડો. ગૌરાંગ પટેલની દેખરેખ નીચે સારવાર કરી ફક્ત ત્રણજ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી
સોનલબેન (ઉમર વર્ષ 35)નામના દર્દી ભૂલથી ઘઉંમાં નાખવાનો પાઉડર ખાઇ ગયા હતા અને તેઓ સારવાર માટે પંચનાથ હોસ્પિટલ પર આવતા તેઓને ડો. જયસન ધામેચાની સૂચનાથી તાત્કાલિક ધોરણે આઇ સી યુ માં દાખલ કર્યા હતાં. બે દિવસની સારવાર દરમ્યાન જ ભયજનક જીવલેણ પરિસ્થિતીમાંથી બહાર નીકળ્યા બાદ તેમને જનરલ વોર્ડમાં તબદીલ કરવામાં આવ્યા હતાં અને ત્યાં બે દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી
આકાશભાઈ (ઉંમર વર્ષ 18) નામના દર્દી માળિયા પાસે મોરબી હાઇવે રોડ પરથી કારખાનેથી છૂટયા બાદ ઘરે જઈ રહ્યા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માત થતા હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી ડો. ભૌમિક ભાયાણી (પ્લાસ્ટિક સર્જન) તથા ડો, કેલ્વિન વૈશનાની (ઓર્થોપેડીક સર્જન) ના સંયુક્ત પ્રયાસથી હાથનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું ચાર દિવસ બાદ ગંભીર રીતે ઘવાયેલાં આકાશભાઈને પણ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમના હાથના આંગળા કાપવા પડે તે પરીસ્થિતિમાથી ટ્રીટમેન્ટ કરી આંગળીઓ બચાવી લેવામાં આવેલ.
- Advertisement -
નિલેષભાઈ નામનાં દર્દીને પંચનાથ હોસ્પિટલના ઇમર્જન્સિ વિભાગમાં દાખલ થયેલ હતા. જેમને સતત ઉલટીની ફરિયાદ હતી. દર્દી બીજાના ખેતરમાથી પસાર થતાં હતા તે સમયે ત્યાં monocrotophos નામની જંતુનાશક દવાનો છન્ટ્કાવ કરવામાં આવતો હતો જે દર્દીનાં શ્ર્વાસમાં જવાથી દર્દીને બેભાન હાલતમાં પંચનાથ હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતા જ્યાં તેમની હાલત ગંભીર જણાતા ડો.ગૌરાંગ પટેલ દ્વારા તેમને ઈંઈઞમાં દાખલ કરી તાત્કાલિક સારવાર આપી હતી. જે કારગત નીવડતા દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવેલ હતા.
દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપાથી આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર કચ્છની જનતાનો જબરો વિશ્ર્વાસ સંપાદન કરનાર પંચનાથ હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ માનદમંત્રી મયુરભાઈ શાહ, ખજાનચી ડી વી મહેતા ટ્રસ્ટીઓ વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, ડો. રવિરાજ ગુજરાતી, અનિલભાઈ દેસાઈ, નીરજભાઈ પાઠક, સંદીપભાઈ ડોડીયા, નીતિનભાઈ મણિયાર, નારણભાઈ લાલકિયા જેવા સેવાના ભેખધરીઓ હોસ્પીટલમાં આવતા તમામ પ્રકારના દર્દીઓને રાહત દરે સચોટ નિદાન અને સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.