જૂનાગઢ નજીકનું ધણફુલીયા ગામ અનેક સુવિધા સજ્જ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જુનાગઢથી 12 કિલોમીટર દૂર આવેલ ધણફુલિયા ગામ કે જે નેશનલ હાઈવેથી 7 કિલોમીટર દૂર આવેલ છે. આ ગામમાં સિરાઘીહસપીર બાપુની દરગાહ અને નાગબાઈ માતાજીનું મંદિર આવેલ છે તેમજ ઓઝત નદીના સામાકાંઠે માં ઉમિયાનું ભવ્ય મંદિર આવેલ છે ગામમાં 3,500 થી 4000ની વસ્તી ધરાવતું આ ગામ કે જેમાં ગ્રામ પંચાયત દ્વારા 2500 વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ગામમાં તમામ લોકોના ઘર પર નળ કનેક્શન, ભૂગર્ભ ગટર, રોડ રસ્તા, પ્રાથમિક શાળા, આયુષ્યમાન આરોગ્ય મંદિર, ગૌશાળા, 2 આંગણવાડી, સહકારી મંડળી સહિતની વ્યવસ્થાઓ ગામમાં જોવા મળે છે. થોડા સમયમાં ધોરણ 10 થી 12ની સ્કૂલ અને હોસ્ટેલ 13 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે ગામની સલામતી માટે 8 સીસી કેમેરા લગાવવામાં આવ્યા છે આગામી સમયમાં વધુ કેમેરા લગાવી પૂરા ગામને સીસી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. તેમજ ગાંઠીલા ધણફુલીયા ગામને જોડતા ઓઝત નદીના બ્રિજનું કામ ચાલુ કરવામાં આવશે. તેમજ ધણફૂલયાથી શાપુરનો 2.75 કરોડના ખર્ચે રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે.
- Advertisement -
આ ગામની ખૂબીની વાત કરીએ તો ગ્રામપંચાયત દ્વારા આખા વર્ષમાં કરેલ વિકાસના કામો, આગામી કામનું આયોજન તેમજ ગ્રામપંચાયત પાસે હાલ કેટલું ભંડોળ છે વિકાસના કામો માટે કેટલો ખર્ચ કર્યો તે બધી માહિતી નવરાત્રિના અંતિમ દિવસે લોકોની હાજરીમાં કરેલ કામગીરીનો હિસાબ આપવામાં આવે છે તેમ સંજયભાઈ પરમાર,ચેરમેન સામાજિક ન્યાય સમિતિ, ગ્રામ પંચાયત,ધણફુલીયાની યાદીમાં જણાવાયું છે.