ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નાણાંમંત્રી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2025-26 માટે રજૂ કરેલા બજેટમાં આવકવેરામાં રાજકોટ મશીનરી ડીલર્સ એસો. દ્વારા કરવામાં આવેલી માગણીને મહત્તમ અંશે સ્વીકારવા બદલ પૂર્વપ્રમુખ મનસુખભાઈ પટેલે આ બજેટને આવકારતા આભાર માન્યો હતો.
- Advertisement -
તેમણે જણાવ્યું હતું કે ઓવરઓલ બજેટ ફૂલગુલાબી આવેલ છે અને ઘણી જુદી જુદી સ્કીમોમાં આખા દેશના લોકોને રાહત આપવામાં આવી છે, દસ વર્ષમાં 120 નવા એરપોર્ટ બનાવવાનું નક્કી કરેલું છે તે ખૂબ આવકારદાયક છે. દરેક રાજ્યોને 1.5 લાખ કરોડ ફાળવવામાં આવ્યા જેથી દરેક રાજ્યની ઉન્નતિ થવામાં ફાયદો થશે, 2028 સુધીમાં ભારતના દરેક રાજ્યમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. નવો ઈન્કમટેક્ષ કાયદો બનાવવામાં આવશે તે ખૂબ સરળ છે તે અમારી વર્ષો જૂની માંગ સંતોષાય છે. કે.વાય.સી.ની વ્યવસ્થા સરળ બનાવવામાં આવશે, કસ્ટમ ડ્યુટીમાં ફોનધારકોને સસ્તા મોબાઈલની બેટ્રી કરવામાં આવશે, મોબાઈલ ફોન, બેટરીકાર, એલ.ઈ.ડી. ટી.વી., લેજર જેકેટ દરેકમાં કસ્ટમ ડ્યુટીમાં ફાયદો કરી આપવાથી સસ્તા બની જશે. નવી યોજનામાં 6 લાખની આવક સુધી ટી.ડી.એસ. કાપવામાં નહીં આવે અને ટી.સી.એસ.માં 10 લાખ સુધી કાપવામાં નહીં આવે. આમ અમારા ઉપરના મુદ્દાઓ ધ્યાને લઈ સહાનુભૂતિ દર્શાવી કેન્દ્ર સરકાર વેપાર ઉદ્યોગ પ્રત્યે સદ્ભાવના દર્શાવી તે સાથે રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનના પૂર્વપ્રમુખ મનસુખભાઈ પટેલ તથા પ્રમુખ જયંતીભાઈ ટીલવા તથા માનદ મંત્રી અશ્ર્વિનભાઈ પટેલની આમઆદમી વતી આભાર માન્યો હતો.



