ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉનાળાના શરૂઆત થતાં શહેરના વિવિધ વિસ્તારોમાં રસના ચિચોડા લગાવવામાં આવતા હોય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા પ્લોટમાં રસના ચિચોડા તથા ગોલાના વ્યવસાય માટે ભાડે આપવા બંધ કવરમાં અરજી મંગાવવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના શહેરમાં આવેલા જુદા જુદા મેદાન, પ્લોટ તા. 1-3-2025થી તા. 15-6-2025 સુધી રસના ચિચોડા તથા ગોલાના વ્યવસાય માટે ભાડે આપવા બંધ કવરમાં અરજી મંગાવવામાં આવી છે. જેમાં વિવિધ મેદાનોમાં નાના મવા સર્કલ (એચ.પી.સી.એલ.) પંપ પાસે, અમીન માર્ગ કોર્નર, જેડ બ્લ્યુની સામેનો પ્લોટ, સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસ સામેનો પ્લોટ, સાધુ વાસવાણી રોડ, શાક માર્કેટની સામેનો પ્લોટ, પ્રમુખ સ્વામી ઓડિ. બાજુનો પ્લોટ, ટી.પી. નં. 16 (રૈયા), એફ.પી.નં. 42-એ નંદ હાઈટ્સની બાજુમાં આવેલ પ્લોટ, ટી.પી.નં. 26 (મવડી) એફી.પી.નં. 4-એ સુવર્ણભૂમિ કોમ્પલેક્સની બાજુમાં આવેલ પ્લોટ, રાજનગર મેઈન રોડ ધરતી હોન્ડા શો રૂમની સામે આવેલા પ્લોટ પરની અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં અરજી કરવાની છેલ્લી તા. 21-2-2025 છે તેવું મનપાની યાદીમાં જણાવાયું હતું.