છેલ્લા સાત દિવસમાં માંડા ડુંગર, જિલ્લા ગાર્ડનસ યુનિવર્સિટી રોક, વાવડી, પુનિતનગર, બજરંગવાડીમાં કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. 12/09/2023 થી તા. 19/09/2023 દરમ્યાન વેલનાથ, શિવધારા સોસાયટી, જડેશ્ર્વર સોસાયટી, રામપાર્ક, માંડા ડુંગર કોઠારીયા સર્વિસ રોડ, કોઠારીયા સોલવન્ટ, વ્રુંદાવન સોસાયટી, શીતળાધાર, રસુલપરા મેઈન રોડ, રામધારા પાસે, રણુજા મંદિર પાસે શ્રમજીવી સોસાયટી, એનિમલ હોસ્ટેલ રામપાર્ક, કિશાન ગૌશાળા પાછળ ક્રિસ્ટલ ઈન્ડસ્ટ્રીઝ તથા આજુબાજુમાંથી 44 (ચુમાલીસ) પશુઓ, ગાર્બેજ સ્ટેશન, રૈયાધાર સ્લમ ક્વાર્ટર, ગોપાલ ચોક, રૈયાગામ, ઈન્દિરા નગર, શાંતિનગર મેઈન રોડ, તાલુકા પોલિસ સ્ટેશન, કટારીયા ચોકડી, રૈયાગામ સ્મશાન પાટીદાર ચોક, તથા આજુબાજુમાંથી 16 (સોળ) પશુઓ, રાજશ્રી ટોકિઝ પાસે, દિવાનપરા મેઈન રોડ, તથા આજુબાજુમાંથી 10(દસ) પશુઓ, મારૂૂતિનગર, ભગવતીપરા, મોરબી રોડ, રાજલક્ષ્મી સોસાયટી, અર્જુન પાર્ક, સિલ્વર સ્ટોન સોસાયટી, ગોકુલ પાર્ક, પ્રદ્યુમન પાર્ક રોડ, બેડીપરા પાસે, માર્કેટીંગ યાર્ડ, હુડકો ક્વાર્ટર, તથા આજુબાજુમાંથી 21 પશુઓ તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 206 પશુઓ પકડવામાં આવ્યા છે.