39 લોકોને નોટિસ, 15 મોટર જપ્ત, ફળિયા ધોવા બાબતે 64,750ની પેનલ્ટી
ડાયરેક્ટ પમ્પિંગ કરતા 49 કિસ્સાઓ સામે આવ્યા, ડાયરેક્ટ પમ્પિંગમાં 2 હજારનો અને ફળિયા ધોતા પકડાય તો 250નો દંડ વસૂલાય છે.
રાજકોટમાં પાણીચોરી અને બગાડ સામે ચેકીંગની કડક ડ્રાઇવ કમિશનરે શરૂ કરાવી છે ત્યારે જુના અને નવા રાજકોટના પોશ સહિતના એરીયામાંથી ઇલેક્ટ્રિકમોટર સહિત પાણી ચોરી પકડાઇ છે. જેમાં આજદિન સુધીમાં 4041 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ 49 કિસ્સાઓ મળ્યા છે. જેમાં 39 આસામીઓને નોટીસ અને 15 આસામીઓની મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પીંગ અને ફળિયા ધોવા બાબતે કુલ 64,750ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.
- Advertisement -
સેન્ટ્રલ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 18 આસામીઓ ડાયરેકટ પમ્પિંગ કરતા 07 આસામીને નોટીસ આપવામાં આવી હતી. તેમજ રૂ. 34,250 ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી. જ્યારે ઈસ્ટ ઝોનમાં 16 આસામીઓ ડાયરેકટ પમ્પિંગ કરતા ઝડપાયા હતા અને રૂ. 7,250 ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી. સિવાય વેસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 17 આસામીઓ ડાયરેકટ પમ્પિંગ કરતા મળ્યા હતા. જ્યાં કુલ 09 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને 18 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ. 23,250ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.


