એક દુકાનની હાઈએસ્ટ 47.30 લાખ મળ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાએ આવક મેળવવા માટે આવાસ યોજનાઓમાં બનાવેલી દુકાનોની મોટાપાયે હરાજી શરૂ કરી છે. જેમાં આજે શિવ ટાઉનશીપમાં મનપાએ હરરાજીમાં 22 દુકાનો વેચી હતી અને આ હરરાજીથી મનપાને 8.80 કરોડની આવક થઈ હતી. જેમાં 136 નાગરિકોએ ભાગ લીધો હતો અને એક દુકાનની હાઈસ્ટ પ્રાઈઝ રૂ. 47.30 લાખ મળી હતી.આગામી 25 જાન્યુઆરીના રોજ અન્ય ચાર ટાઉનશીપની 31 દુકાનોની હરરાજી કરવામાં આવશે.
- Advertisement -
દબાણ હટાવ શાખા દ્વારા રેંકડી-કેબીન
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા બે દિવસમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં રસ્તા પર નડતર રૂપ 12 રેકડી અને અન્ય 85 જેટલી પરચુરણ ચીજ વસ્તુઓ આકાશવાણી ચોક, પાટીદાર ચોક, યુનિ.રોડ, હવેલી ચોક, ગાયત્રીનગર પરથી જપ્ત કરવામાં આવી હતી.
120 કિલો વાસી શાકભાજી-ફળોનો નાશ
મનપા તંત્ર દ્વારા 120 કિલો વાસી શાકભાજી-ફળોનો નાશ કરાયો હતો. જેનો રૂ.34,500નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. જયારે રૂ.48,550નો મંડપ ચાર્જ મવડી મેઈન રોડ, નાના મૌવા રોડ, પંચાયત ચોક, સાધુવાસવાણી રોડ, હેમુ ગઢવી રોડ, સ્પિડવેલ પાર્ટી પ્લોટ, , સંતકબીર રોડ, યાજ્ઞિક રોડ, હેમુદસ્તુર માર્ગ પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો અને 257 બોર્ડ-બેનર તે રેસકોર્ષ, યાજ્ઞિક રોડ, આકાશવઆણી ચોક થી પુષ્કરધામ રોડ,ટાગોર રોડ પરથી જપ્ત કરવામા આવ્યા હતા.