ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ મનપાએ 21મી જુન દશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉપરકોટ કિલ્લા ખાતે કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર, કમિશનર ડો.ઓમ પ્રકાશ, નાયબ કમિશનર એ.એસ.ઝાંપડા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, આસિસ્ટન્ટ કમિશનર જે.પી.વાજા, યોગીભાઈ પઢીયાર, જીલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરે, રમતગમત અધિકારી હાજાભાઈ ચુડાસમા, રમત કોચ પ્રશાંતભાઈ દેસાઈ, યોગકોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વગેરે પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને જુનાગઢ મહાનગરપાલિકાની શાળા/કોલેજોના વિદ્યાર્થીઓ, નગરજનો અને યોગ સાધકો મળી અંદાજીત 1000 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં સહભાગી થઈ યોગ દિવસની ઉજવણી કરેલ હતી. તેમજ જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડકક્ષાની વિવિધ શાળાઓ, પી.એચ.સી.સેન્ટર, જુનાગઢ જીલ્લા જેલ, મ્યુઝીયમ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા, આંગણ વાડી જેવા સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.