ટોલ ફ્રી નંબર 18001231973 પર ફરીયાદ નોંધાવી શકાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની રોશની શાખા દ્વારા ઉતરાયણનાં પર્વને અનુલક્ષીને પતંગનાં દોરા ને કારણે અસર પામેલ સ્ટ્રીટલાઇટ વિજ-નેટવર્ક ને દુરસ્ત કરવા તેમજ શહેરનાં તમામ વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટ સુવિધા વિના વિક્ષેપે જળવાઇ રહે તે માટે રોશની શાખાનાં અધીકારીનાં માર્ગદર્શન મુજબ કર્મચારીઓ દ્વારા જરૂરી રીપેરીંગ કામગીરી હાથ ધર્યું હતું. જેને અનુલક્ષીને શહેરમાં સ્ટ્રીટલાઈટ સંબંધી કોઈ પણ ફરિયાદ હોય તો મનપાની રોશની શાખા દ્વારા ટોલ ફ્રી નંબર 18001231973 પર ફરીયાદ નોંધાવી શકાશે તેમ મ્યુનિ.કમિશનર અમિત અરોરાની યાદીમાં જણાવામાં આવ્યું છે.
- Advertisement -
અલ્ટ્રામોડેન એજન્સીને 5,700ની પેનલ્ટી
રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ સિટી બસમાં 1.84 લાખ મુસાફરો ફર્યા હતા. આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ 6,525 કિ.મી. લેખે બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને 2.28 લાખનો દંડ કરવામાં આવ્યો છે તો ફેર કલેકશન કરતી રાજ અલ્ટ્રામોડેન એજન્સીને રુ.16,700ની પેનલ્ટી કરાઈ છે.સિટી બસમાં ટીકીટ વગર પકડાયેલા 21 મુસાફર પાસેથી રુા.2,310નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.