બેઠકમાં મહેશભાઈ રાજપુત, વિરલ ભટ્ટ અને સમર્થ મહેતાએ કરી હતી ધારદાર રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ રાજકીય પક્ષો અને એડવર્ટાઈઝ એજન્સીઓની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મનપા દ્વારા કોંગ્રેસને ચૂંટણી પંચના કાયદા અને નીતિનિયમોનું ચુસ્ત પાલન કરવા અને 50 ટકા હોર્ડિંગ્સ-કિઓસ્કની સાઈટ ફાળવવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુત, કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ અને સમર્થ મહેતા હાજર રહ્યા હતા.
- Advertisement -
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી યોજાનાર છે જેમાં કોંગ્રેસ પક્ષને વિધાનસભા 68માં એકપણ હોર્ડિંગ્સ-કિઓસ્ક ન ફાળવતા વિવિધ સ્તરે રજુઆતો કરેલી હતી જે રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની હદના મુખ્ય રોડ અને મુખ્ય ચોક જેવી જગ્યાએ રાજકોટ મહાનગરપાલિકાએ હોર્ડિંગ્સ-કિઓસ્કની સાઈટ માટે ટેન્ડરથી ફાળવેલી હોય ત્યારે ભાજપનું શાસન હોવાથી રાજકોટ શહેરમાં હોર્ડિંગ્સ-કિઓસ્ક લગાડવા માટે અમારું અગાઉથી બુકિંગ હોવા છતાં વેન્ડર પર ભાજપના શાસકો અને નેતાઓ દ્વારા કાયમી ધંધો બગડવાની ધમકી આપી અમારા અગાઉથી બુક કરેલ સાઈટ પણ રદ કર્યા હતા. જેની રજૂઆત મહાનગરપાલિકાના કમિશનરને કરતા આજે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં હોર્ડિંગ્સ-કિઓસ્કની સાઈટ ફાળવવામાં આવી છે.