મનોજ પાટિલનો જન્મ 1992માં થયો છે અને વર્ષ 2016માં તેણે મિસ્ટર ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. મનોજે સાહિલ ખાન પર સાઈબર બુલિંગ અને માનસિક રીતે હેરાન પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.
શ્રી ભારત મનોજ પાટિલ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે: મિસ્ટર ઈન્ડિયા રહી ચુકેલા બોડી બિલ્ડર મનોજ પાટિલે મુંબઈમાં આત્મહત્યાની કોશિશ કરી છે. જાણકારી મુજબ સુસાઈડ પહેલા મનોજે એક નોટ લખી છે. જેમાં તેણએ અભિનેતા સાહિલ ખાનને જવાબદાર ગણાવ્યો છે. આ સુસાઈડ નોટમાં ઓશિવારાના પોલીસ અધિકારીના નામ લખવામાં આવ્યા છે.
આ સુસાઈડ નોટમાં મનોજે સાહિલ ખાન પર સાઈબર બુલિંગ અને માનસિક રીતે હેરાન પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત મનોજે સોશિયલ મીડિયા પર ઓડિયો પોસ્ટ કર્યો ચે. મનોજ પાટિલને મુંબઈની કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
- Advertisement -
મનોજ પાટિલનો જન્મ 1992માં થયો છે અને વર્ષ 2016માં તેણે મિસ્ટર ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેણે કહ્યું કે, સાહિલ ખાન મને સોશિયલ મીડિયા પર બદનામ કરતો હતો. જે તેની આત્મહત્યાના પ્રયાસનું કારણ બન્યો છે. સુસાઇડ નોટમાં તેણે બદનામીના કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. મિસ્ટર ઈન્ડિયા રહી ચુકેલો મનોજ ઓલંપિયા માટે કોશિશ કરતો હતો અને સાહિલ ખાન પણ આ સ્પર્ધામાં પ્રવેશ કરવા ઈચ્છતો હતો. મનોજ પાટિલે એવો પણ આરોપ લગાવ્યો કે સાહિલ ખાન તેને આ સ્પર્ધામાં ભાગ ન લેવા દેવાની કોશિશ કરતો હતો.



