મનોહરસિંહ જાડેજા : સારા કર્મનું શ્રેષ્ઠ ફળ
મનોહરસિંહ જાડેજાની ગિર-સોમનાથ જિલ્લાના SP તરીકે નિમણૂક કરાઇ
એવું કહેવાય છે કર્મની લીલા ન્યારી છે. જેવું કરો એવું ભરો. સારા કર્મનું પરિણામ સારું મળે અને ખરાબ કર્મનું પરિણામ ખરાબ મળે. આ બાબત રાજકોટ ડીસીપી ઝોન-2નાં ડીસીપી મનોહરસિંહ જાડેજા માટે સાબિત થઈ છે. રાજકોટ ડીસીપી ઝોન-2નાં ડીસીપી મનોહરસિંહ જાડેજાને શ્રેષ્ઠ કામગીરી બદલ ગિર-સોમનાથ જિલ્લાના એસપી તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
મનોહરસિંહ જાડેજાની ગણના એક નિડર અને નિષ્પક્ષ પોલીસ અધિકારી તરીકે થાય છે. તેઓ શિસ્તબદ્ધ અને કડક પોલીસ અધિકારીની છાપ ધરાવે છે. રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડ અને ક્રાઈમ બ્રાન્ચના કાળા કારનામાઓ વચ્ચે પણ પોતાને નિષ્કલંક અને બેદાગ રાખી રાજકોટ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ ઉત્તમ કામગીરી કરી દર્શાવી છે. તેઓ હંમેશા વિવાદોથી પર રહી સંવાદ અને સંવેદના દાખવતા જોવા મળ્યા છે.
- Advertisement -
મનોહરસિંહ જાડેજા પ્રજાના ખરા મિત્ર અને ગુનેગારોના ખરા શત્રુ છે. કોરોનાકાળમાં ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાની કામગીરીની ખૂબ જ નોંધ લેવામાં આવી હતી. ગુનેગારોને સજા અપાવવામાં પણ તેઓ આગળ પડતા હોય છે. પોલીસ વિભાગને અસંખ્ય ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવામાં પણ તેમનું માર્ગદર્શન સાંપડ્યું છે. મનોહરસિંહ જાડેજાની મહેનત-માર્ગદર્શનથી ઘણા ગંભીર કેસ ઉકેલાયા છે અને ઘણા ખૂંખાર આરોપીઓ ઝડપાઈ તેમને કડક સજા મળી છે એટલું જ નહીં તેમના વિસ્તારનો ક્રાઈમ રેટ પણ ઘટ્યો છે.
મનોહરસિંહ જાડેજાની રાજકોટ ડીસીપી ઝોન-2માંથી ગિર-સોમનાથ જિલ્લાના એસપી તરીકે નિમણૂંક થતા ગિર-સોમનાથ જિલ્લામાં પણ ક્રાઈમ રેટ ઘટશે સાથે જ ગુનાહિત પ્રવૃત્તિઓ પર પણ ચોક્કસ અંકુશ આવશે ઉપરાંત રીઢા ગુનેગારો જેલ ભેગા થશે એવું જણાય રહ્યું છે. ગિર-સોમનાથ જિલ્લાના એસપી તરીકે મનોહરસિંહ જાડેજાની બદલી થતા તેમની પર ચોતરફથી શુભેચ્છાવર્ષા થઈ રહી છે તેમજ મનોહરસિંહ જાડેજાને રાજકોટ ડીસીપી ઝોન-2 તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ ગિર-સોમનાથ જિલ્લાના એસપી તરીકેની સર્વશ્રેષ્ઠ નિમણૂક મળી છે એવું પોલીસબેડામાં ચર્ચાય રહ્યું છે.