માતા-પિતા ડૉ. આશા અને ડૉ. ચિરાગ માત્રાવડિયાનું નામ રોશન કરતો પુત્ર માનિત માત્રાવડિયા
માત્રાવડિયા પરિવાર અને રાજકોટ -સૌરાષ્ટ્ર માટે ગૌરવપ્રદ પ્રસંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જાણીતા ઈન્ટેન્સિવિસ્ટ, ક્રિટિકલ કેર એક્સપર્ટ ડો. ચિરાગ માત્રાવડિયા તથા વિખ્યાત ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટ
ડો. આશા માત્રાવડિયાના પુત્ર માનિત માત્રાવડિયાને દિલ્હી એઈમ્સ ખાતે યોજાયેલા 48માં કોન્વોકેશનમાં 1જિં ખઇઇજમાં દ્રિતીય ક્રમ અને ફિઝિયોલોજી વિષયમાં પ્રથમ ક્રમ આપવા બદલ વિશેષ પ્રમાણપત્ર અને પુસ્તક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે.
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીની મુખ્ય મહેમાન તરીકેની હાજરીમાં યોજાયેલા આ દીક્ષાંત સમારોહ ડો. આશા અને ડો. ચિરાગ માત્રાવડિયાનું નામ રોશન કરનાર પુત્ર માનિત માત્રાવડિયાનું દિલ્હી એઈમ્સ ખાતે સન્માન કરાતા માત્રાવડિયા પરિવાર સહિત રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત છે.