જૂનાગઢનો કૌભાંડી બિલ્ડર મનીષ કારીયા ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
શહેરના ચોબારી રોડ પર સાઇટ ધરાવતા બિલ્ડર મનીષ મોહનલાલ કારીયાએ સસ્તામાં મકાન આપવાની લાલચ આપી લોકોને વિવિધ સ્કીમના નામે ભરમાવી પૈસા ઉઘરાવી લીધા હતા. બાદમાં બિલ્ડર અને તેનો માણસ સંજય ભંડારી ફરાર થઇ ગયા હતા. બાદમાં બિલ્ડર અને તેનો માણસ સંજય ભંડારી ફરાર થઇ ગયા હતા. આ મામલે એક વિધવા મહિલા સહિત ર0 લોકોના ર.43 કરોડ રૂપિયા લઇ બિલ્ડર મનીષ કારીયા અને તેનો માણસ સંજય મકન ભંડારી નાસી ગયા હતા.
- Advertisement -
આ અંગે ફરિયાદ થતા બી-ડીવીઝન પોલીસે છેતરપીંડીનો ગુનો દાખલ કર્યો હતો તપાસ દરમિયાન આ બિલ્ડરની છેતરપીંડીનો ભોગ બનેલા વધુ લોકો સામે આવ્યા હતા અને કુલ 33 લોકોની રકમ 3.12 કરોડ જેટલી થઇ હતી. બિલ્ડર અને તેના સાગરિત સામે ફરિયાદ થયાના એકાદ માસ સુધી કોઇ કાર્યવાહી ન થતા ભોગ બનનાર લોકોમાં રોષ ફેલાયો હતો. થોડા દિવસ પહેલા રોકાણ કરનારા લોકોએ ડીવાયએસપીને રજૂઆત કરી બિલ્ડરને પકડી પોતાના પૈસા પરત અપાવવા માંગ કરી હતી. પોલીસ દ્વારા બિલ્ડરને પકડવા માટે તપાસ કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન મનીષ મોહનલાલ કારીયા અને તેનો સાગરિત સંજય ઉર્ફે સંજુ ભંડારી રાજસ્થાનના કોટામાં હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની એક ટીમ અને ભવનાથ પીએસઆઇ આર.કે.પરમાર કોટા પહોંચ્યા હતા ત્યૌ વેશ પલ્ટો કરી બાઇક ભાડે રાખી મનીષ મોહન કારીયા અને તેના સાગરિત સંજય ભંડારીને પકડી લીધા હતા. બંનેને હસ્તગત કરી જૂનાગઢ લાવવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, મનીષ કારીયાએ જુનાગઢ સેશન્સ કોર્ટમં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે ના મંજૂર કરવા હુકમ કર્યો હતો. આગોતરા જામીન અરજી ના મંજૂર થયા બાદ જ એલસીબીએ બંને પકડાઇ ગયાની જાહેરાત કરી છે. જેની સામે અનેક સવાલ ઉઠયા છે હવે બી-ડીવીઝન પોલીસ દદ્વારા વધુ પુછપરછ કરવામાં આવશે.