સિસોદિયાએ પોતાને રાજપૂત અને મહારાણા પ્રતાપના વંશજ જણાવતા કહ્યું કે તે માથું કપાવી દેશે પણ નમાવશે નહીં.
દિલ્હીમાં રહેવાતા શરાબ ગોટાળાને લઈને સીબીઆઇની તપાસમાં અટવાયેલા મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભાજપે તેમને (આમ આદમી પાર્ટી)ને તોડવા માટે કહ્યું છે અને આના બદલામાં સીબીઆઇ ઈડી કેસ બંધ કરાવવાની લાલચ પણ આપી છે. સિસોદિયાએ પોતાને રાજપૂત અને મહારાણા પ્રતાપના વંશજ જણાવતા કહ્યું કે તે માથું કપાવી દેશે પણ નમાવશે નહીં.
- Advertisement -
मेरे पास भाजपा का संदेश आया है- “आप” तोड़कर भाजपा में आ जाओ, सारे CBI ED के केस बंद करवा देंगे
मेरा भाजपा को जवाब- मैं महाराणा प्रताप का वंशज हूँ, राजपूत हूँ। सर कटा लूँगा लेकिन भ्रष्टाचारियो-षड्यंत्रकारियोंके सामने झुकूँगा नहीं। मेरे ख़िलाफ़ सारे केस झूठे हैं।जो करना है कर लो
— Manish Sisodia (@msisodia) August 22, 2022
- Advertisement -
સિસોદિયાએ ટ્વીટ કર્યું, “મારી પાસે ભાજપનો મેસેજ આવ્યો છે. `આપ` તોડીને ભાજપમાં આવી જાઓ, બધા CBI EDના કેસ બંધ કરાવી દેશું. મારો બીજેપીને જવાબ હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપૂત છું. માથું કપાવીશ પણ ભ્રષ્ટાચારીઓ ષડયંત્રકારીઓ સામે નમીશ નહીં. મારી વિરુદ્ધ બધા કેસ ખોટાં છે. જે કરવું હોય કરી લો.”
આ દરમિયાન, સિસોદિયા અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાત માટે રવાના થઈ ગયા છે. તેમણે કહ્યું, “હું અરવિંદ કેજરીવાલ સાથે બે દિવસના પ્રવાસ પર ગુજરાત જઈ રહ્યો છું. જે રીતે દિલ્હીમાં કામ થયું છે અને જે રીતે પંજાબમાં કામ થઈ રહ્યું છે, આથી પ્રભાવિત થઈને ગુજરાતની જનતા કેજરીવાલને એક તક આપવા માગે છે. છેલ્લા 27 વર્ષમાં ભાજપે ગુજરાત માટે જે નથી કર્યું તે કેજરીવાલની સરકાર કરીને બતાવશે.” દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા.
मुझे CM कैंडिडेट बनाने के ऑफर पर BJP को मेरा संदेश-@ArvindKejriwal जी मेरे राजनैतिक गुरु है, उनसे कभी ग़द्दारी नहीं करूँगा। मैं CM बनने नहीं आया, मेरा सपना है- देश के हर बच्चे को अच्छी शिक्षा मिले, तभी तो भारत न 1 देश बनेगा। पूरे देश में ये काम केवल केजरीवाल जी कर सकते हैं
— Manish Sisodia (@msisodia) August 22, 2022
કેજરીવાલ સરકાર પર ફરી વરસતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ પહેલીવાર છે કે કોઈક એક જ વ્યક્તિ પાસે શિક્ષણ વિભાગ પણ છે અને દારૂનો વિભાગ પણ છે. આ સરકાર કટ્ટર ભ્રષ્ટાચાર કરે છે. જો આમની શરાબ નીતિ એટલી શાનદાર છે તો પછી કેમ સીબીઆઇએ દરોડા પાડ્યા છે. અરવિંદ કેજરીવાલ જેને સર્ટિફિકેટ આપતા તે સત્યેન્દ્ર જૈન આજે જેલમાં છે. હવે મનીષ સિસોદિયાને અરવિંદ કેજરીવાલ સર્ટિફિકેટ આપી રહ્યા છે. તેમનું આખું મૉડલ જ કરપ્શનનું છે. આ સ્વરાજ નહીં પણ શરાબ રાજ છે.