ગુરુજી તરીકે ઓળખાતા અરૂણ સાપરિયાએ છેતર્યા હોવાનો મનીષ લોટીયાનો આક્ષેપ
આજે 21મી સદીના ડિજિટલ યુગમાં પણ દોરા-ધાંગાના નામે ગુરૂજી અને ભુવાઓ અંધશ્રધ્ધાના નામે સામાન્ય લોકોના જીવન સાથે છેડછાડ કરી રૂપિયા પડવતા હોય છે. તેવા જ કિસ્સો રાજકોટ શહેરમાં સામે આવ્યો છે. મનહર પ્લોટમાં રહેતા મનિષભાઈ લોટીયા નામના યુવક સાથે ભુવા અરૂણ ઉર્ફે ગુરૂજી નામના શખ્સ આઠ લાખ પડાવ્યાનું સામે પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી.
અરજીમાં આરોપી તરીકે અરૂણ સાપરીયા ઉર્ફે ગુરૂજી (રહે.અમીન માર્ગ, ગંગા હોલ પાસે)નું નામ આપી જણાવ્યું હતું કે તેઓ નોકરી તથા ક્ધસલટીંગ કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે.તેઓને પારિવારીક મુશ્ર્કેલી આવતાં સંબંધીઓ મારફતે આરોપીનો સંપર્ક કર્યો હતો.તેઓ આરોપી ગુરૂજીને મળવા ગયા ત્યારે તેને જણાવ્યું કે તમારી વિગતો આપો જેથી હું તમારૂ નડતર શોધી વિધી કરી શકું.જે બાદ તેને ફરીયાદીની વિગતો જાણી કહ્યું બે-ચાર દિવસમાં હું તમારૂ નડત શોધી અમાસ પુનમે વિધિ કરીશ.જે માટે રૂમ.40 હજાર અને એક દારૂની બોટલ તેમજ મરીન માંગેલ હતું જેથી આરોપીને દારૂના હોન્ડા રૂપિયા અને અન્ય વસ્તુની વ્યવસ્થા કરાવી હતી. ત્રણ દિવસ બાદ આરોપીએ તેમને પુછેલું કે હવે તમને કેવુ લાગે છે પુછતા તેઓએ જણાવેલ કે કામ થતુ નથી પણ ઘણી માનસીક શાંતિ થઈ રહી છે.જે બાદ ફરીયાદીએ કટકે-કટકે સાતથી આઠ લાખ રૂપિયા ઘડીયાલ અને રૂમ.10ની નોટનું બંડલ આપેલ હતું . અને તેમની પાસે દારૂ, કુંવારી છોકરી અને મટનની માંગણી કરતા ફરીયાદીને શંકા જતા તપાસ કરતા જાણવા મળેલ કે આરોપી માનસિક વિકૃત છે અને નિર્દોષ લોકોને ફસાવી મોટી રકમ પડાવી સ્ત્રીઓના ઉપયોગ કરે છે. બનાવ અંગેની અરજી પરથી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.



