ખાસ-ખબર સંવાદદાતા
ભારતની મનિકા બત્રા અને જી.સાથિયાનની જોડીએ ટયુનિશિયામાં ચાલી રહેલી વર્લ્ડ ટેબલ ટેનિસ ક્ધટેન્ડર ટુર્નામેન્ટની મિક્સ ડબલ્સ કેટેગરીમાં સેમિ ફાઈનલમાં પ્રવેશ સાથે મેડલ નિશ્ર્ચિત કરી લીધો હતો. તેમણે ક્વાર્ટર ફાઈનલમાં જર્મનીના માઈસનેર અને વાન સામે 11-8, 11-3, 11-8થી જીત હાંસલ કરી હતી.
હવે સેમિ ફાઈનલમાં ભારતીય જોડીની ટક્કર સાઉથ કોરિયાના શિન યુબીન અને લીમ જોંગહૂન સામે થશે. યુબીન અને જોંગહૂને સેમિ ફાઈનલમાં સાઉથ કોરિયાના જ ઝીઓન-શેઉન્ગમીનને 3-1થી હરાવતા આગેકૂચ કરી હતી.
- Advertisement -
બત્રા અને સાથીયાન અગાઉ સિંગલ્સમાં પણ સ્પર્ધામાં ઉતર્યા હતા. જોકે તેઓનો પહેલા જ રાઉન્ડમાં પરાજય થયો હતો. ગુજરાતના આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડી હરમીત દેસાઈએ પ્રિ-ક્વાર્ટર ફાઈનલ સુધીની સફર ખેડી હતી. જોકે તેનો ચીનના લિએંગ યાનિંગ સામે 0-3થી પરાજય થયો હતો. ભારતની ઐહિકા મુખર્જી પણ વિમેન્સ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની મિયુ નાગાસાકી સામે 0-3થી હારી ગઈ હતી.