હિન્દૂ ધર્મોમાં સૂર્ય અને શનિને પિતા પુત્ર માનવામાં આવે છે, આશ્ચર્યજનક રીતે તે બન્નેના પ્રતીક જેવા માણેક અને નીલમના રત્નો એક જ ખનિજ કોરન્ડમમાંથી મળી આવે છે!
ગુલાબીથી લઈને ઘેરા રક્ત વર્ણના, લાલ રંગના આ રત્નને ભાગ્યે જ કોઈ નહી ઓળખતું હોય. હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય નબળો હોય તેને સોનાની વીટીમાં સૂર્યનો આ કિંમતી નંગ પહેરાવવામાં આવે છે. માણેકને અંગ્રેજમાં છીબુ, રૂબી કહેવામાં આવે છે. આ “રુબી” શબ્દ લેટિન શબ્દ રુબર પરથી આવ્યું છે, જેનો અર્થ લાલ થાય છે. માણેક આ પૃથ્વી પરના છ અત્યંત કિંમતી રત્નો મહે એક છે. બહુ ઓછાં લોકોને ખબર હશે કે તેના ભૂસ્તરીય ખનીજીક વિશ્લેષણની દૃષ્ટિએ માણેક અને જે શનિના રત્ન કહેવાય છે તે નીલમ એમ બન્ને કોરન્ડમ નામના એક જ ખનીજમાંથી ઉપજતા રત્નો છે. બન્નેમાં જે તફાવત છે એ તેમાં રંગ ઉત્પન્ન કરતા ખનીજની વત્તી ઓછી માત્રાનો છે. ક્રોમિયમ રુબીઝને તેનો લાક્ષણિક લાલ રંગ આપે છે, જે તેને વધુ સાંદ્રતા અને ઘાટા શેડ્સ આપે છે. આ કેવું અજીબ કહેવત કે હિન્દુ શાસ્ત્રોમાં જેને પિતા પુત્ર કહેવામાં આવે છે તેના નંગ પણ એક જ ખનીજમાંથી મળે છે. વિશ્વમાં રૂબીનો સૌથી મોટો સપ્લાયર દેશ મ્યાનમાર છે, જ્યાંથી વિશ્વના 90% રૂબી આવે છે. અન્ય સ્ત્રોતો શ્રીલંકા, થાઈલેન્ડ, કંબોડિયા અને અફઘાનિસ્તાન છે. મેઇનલેન્ડ યુરોપમાં મેસેડોનિયા પ્રજાસત્તાક એકમાત્ર એવો દેશ છે જ્યાંથી બિલકુલ કુદરતી સ્વરૂપમાં માણેક મળી આવે છે. તે ઉપરાંત અમેરિકી રાજ્યો મોન્ટાના, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના અને વ્યોમિંગમાં પણ થોડા માણેક મળી આવ્યા છે. એકદમ ઘાટા લાલ રક્ત વર્ણના માણેકને રત્નોના બિઝનેસની ભાષામાં “પેંજીયન બ્લડ” કહેવામાં આવે છે.
- Advertisement -
સોનાની જેમ માણેકની કિંમત પણ તેના કેરેટ, આંતરિક રંગની ઝાય અને રત્નની ક્લેરીટી પરથી નક્કી કરવામાં આવે છે. ખનિજની હાર્ડનેસના “મોહ” સ્કેલ પર અન્ય રત્નોની જેમ માણેક અને નીલમની નક્કરતા નક્કી કરવામાં આવે છે જે 9.0 છે. કુદરતી રત્નોમાં માત્ર હીરા જ કઠણ છે. જે બન્નેની રૂબી નીલમ અને સેફાયર આ ત્રણે મળી રંગોની એક આખી અલગ જ આભા રચે છે અને વિશ્વમાં આ ત્રણે રત્નના સંયુક્ત વેચાણનો આંકડો છે તે અન્ય તમામ રત્નના વેચાણના સંયુક્ત આંકડાથી વધુ છે. માણેકમાં ક્યારેક ક્યારેક આંતરિક તારા જેવી રચના જોવા મળે છે જેને એસ્ટરિઝમ કહેવાય છે. આને “સ્ટાર રૂબીઝ” પણ કહેવામાં આવે છે અને, કારણ કે એસ્ટરિઝમ દુર્લભ છે, તે નોર્મલ માણેક કરતાં વધુ મૂલ્યવાન હોઈ શકે છે.
વિશ્ર્વમાં રૂબીનો સૌથી મોટો સપ્લાયર દેશ મ્યાનમાર છે
વિશ્ર્વના 90% રૂબી ત્યાંથી આવે છે, અન્ય સ્ત્રોતો શ્રીલંકા, થાઈલેન્ડ, કંબોડિયા અને અફઘાનિસ્તાન છે
- Advertisement -
ઝળહળતા અને મોહક માણેક ખાનદાનીનો પથ્થર રત્ન ગણાય છે, જે તમામ રત્નોમાં સૌથી ભવ્ય, સ્ટોનનોરાજા અને રાજાઓનો પથ્થર માનવામાં આવે છે. પ્રાચીન લોકો માનતા હતા કે તે ફળ આપવામાંઅન્ય તમામ કિંમતી પથ્થરોને પાછળ છોડી દે છે, અને તેની કિંમત હીરા કરતા પણ વધુ હતી. પ્રારંભિક સંસ્કૃતિઓ તેમની નસોમાં વહેતા લોહીની લાલાશ સાથે સમાનતા માટે રુબીઝને મૂલ્યવાન ગણતી હતી અને માનતી હતી કે માણેક જીવનની શક્તિ ધરાવે છે. ઐતિહાસિક રેકોર્ડ દર્શાવે છે કે 2600 વર્ષ પહેલાં ચાઇનામાં સિલ્ક રૂટ પર માણેકનું વેચાણ થતું હતું. બાઇબલમાં રૂબીનો ચાર વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સૌંદર્ય અને શાણપણ જેવા લક્ષણો છે. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં માણેકને રત્નોનો રાજા કહેવામાં આવ્યો છે. એશિયન દેશોમાં માણેકને હંમેશા ઉચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. માણેક ભારતના સમ્રાટના અને ચીનમાં ઉમરાવોના બખ્તર, સ્કેબાર્ડ્સ અને હાર્નેસને શણગારવા માટે ઉપયોગમાં લેવાતા હતા. શક્તિ, હિંમત, જોમ, ખુશી, આત્મવિશ્વાસ, વગેરે આ રત્ન સાથે સંકળાયેલી બાબત છે. આધુનિક સમયમાં તે ઊંડા અને ગહન પ્રેમનું પ્રતીક બની રહ્યો છે.
માણેક એ વિશ્વની સૌથી મોંઘો રૂબી, સૌથી મોંઘી રંગીન રત્ન અને હીરા સિવાયનો સૌથી મોંઘો રત્ન છે. મે 2015 માં, તે સ્વિટ્ઝર્લેન્ડમાં હરાજીમાં ઞજ30 મિલિયનમાં એક અનામી ખરીદનારને વેચવામાં આવ્યું હતું. સૌથી મોટા રૂબીનું વજન 21,955 લ (48 હબત 6.43 જ્ઞુ) છે અને તેનું માપ 310 ડ્ઢ 165 ડ્ઢ 140 ળળ (12.20 ડ્ઢ 6.49 ડ્ઢ 5.51 શક્ષ) છે જેની માલિકી રાજીવ ગોલ્ચા (ભારત) દ્વારા સત્તાવાર રીતે બેંગ્લોર, ભારતમાં માપવામાં આવી છે. “ધ કિંગ રૂબી” નામ આપવામાં આવ્યું છે અને ભારતમાં પ્રેસ્ટિજ જેમ્સ એન્ડ જ્વેલ્સના શોરૂમમાં રાખવામાં આવ્યો છે. આજે પશ્ચિમમાં માણેક જડિત સગાઈની વીંટી લોકપ્રિય છે કારણ કે તે શાશ્વત પ્રેમ અને ભક્તિનું પ્રતીક મનાય છે. પ્રાચીન યુરોપમાં માણેકને લગ્ન પ્રસંગ માટે સંપૂર્ણ યોગ્ય પથ્થર માનવામાં આવતો હતો અને તે જુલાઈ મહિના સાથે સંકળાયેલ પત્થર છે.