કાચી સામગ્રી પણ અધિકૃત વેપારીઓ પાસેથી જ ખરીદવી પડશે
મોટી-જાણીતી હોટલ-રેસ્ટોરાંમાં પીરસાતુ સારૂ- સ્વાદિષ્ટ ભોજન આરોગ્યપ્રદ જ હોવાની માન્યતા ભુલ ભરેલી છે. ગ્રેવી તથા તેલમાં તળેલા ભોજન માટે સ્વાદિષ્ટ લાગે પરંતુ આરોગ્યની દ્દષ્ટિએ કદાચ યોગ્ય ન હોય પરંતુ હવે 1લી જુલાઈથી તેમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે.
- Advertisement -
ફુડ નિયમનકાર દ્વારા ‘મેનુ લેબલીંગ’ માર્ગદર્શિકા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં આ માટે ખાસ વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો અને તેમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મેનુ કાર્ડમાં પ્લેટમાં પીરસાનારી ખાદ્યચીજનું વજન, ભાવની સાથે તેની કેલેરી માત્રા પણ દર્શાવવાની રહેશે. પ્રથમ તબકકે સ્ટાર હોટલ તથા રેસ્ટોરાં-કાફે ચેઈનમાં લાગુ પડશે. 10થી વધુ ચેઈન રેસ્ટોરાં હોય તેનો અમલ કરવો પડશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તે અમલી બનાવવામાં આવી રહ્યો છે. લોકોને આરોગ્યપ્રદ- યોગ્ય ભોજન લેવા તથા શારીરિક રીતે ફીટ રાખવાનો ઉદેશ છે. 1લી જુલાઈથી લાગુ થતો હોવા છતાં પ્રારંભીક મુશ્કેલીઓ અપેક્ષિત છે અને એટલે થોડો ‘સમય’ આપવામાં આવશે.