– અમિત શાહે પણ આપ્યા અભિનંદન
પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી; પીએમએ મુખ્યમંત્રીને ગુજરાતમાં રેકોર્ડબ્રેક જીત માટે શુભકામના પાઠવી
- Advertisement -
અમદાવાદમાં ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ છે. અમદાવાદમાં ભાજપની સાત બેઠકો પર જીત જોવા મળી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસની માત્ર એક બેઠક પર જ જીત થઇ છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 13 બેઠકો પર ભાજપ આગળ છે. અમદાવાદમાં ધાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત થઇ છે તો શહેરની નારણપુરા, વેજલપુર, સાબરમતી, નિકોલ અને એલિસબ્રિજ પર ભાજપની જીત થઇ છે. અમદાવાદમાં માત્ર જમાલપુર બેઠક પર જ કોંગ્રેસ જીતી શકી છે. પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી છે.
વડાપ્રધાન મોદીએ ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે અને પીએમ મોદીએ મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી છે. ગુજરાતમાં રેકોર્ડબ્રેક જીત માટે શુભકામના પાઠવી
ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી
ગુજરાતમાં રેકોર્ડબ્રેક જીત માટે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી છે.