આજથી 225 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાન ને સોરઠ કાઠિયાવાડમાં દેશાટન- પરિક્રમા કરી મુસ્લિમ શાસનને શરણે થયેલી જનતાને આધ્યાત્મિક બોધ આપી જનતામાંથી બહાર લાવી અનોખી પહેલ કરી હતી.સ્વામિનારાયણ ભગવાન આધ્યાત્મિક સંસ્કૃતિનું એક સુંદર પુષ્પ મનાયા છે
- Advertisement -
સોરઠ દેશની સોહામણી ધરા ઉપર અનોખી ભાત ઉપસાવતું અને શાસ્ત્રોમાં જેમની યશોગાથા ગવાઇ છે એવું સ્વામિનારાયણ સંપ્રદાયનુ એક બહુમૂલ્ય તીર્થસ્થાન એટલે માણાવદર નું સ્વામિનારાયણ મંદિર કે જે પંચતિર્થોમાનું એક ગણાય છે
આવા સર્વોપરી ધામમાં સર્વાવતારી શ્રીહરિએ પોતે પંચ દિવસ શાકોત્સવનું નિર્માણ કર્યું હતું જેના અનુસંધાને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂજય 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી તથા સદગુરૂ સ્વામી નિત્યસ્વરૂપદાસજી (સરધાર) ના સાંનિધ્યમાં 15મીએ શાકોત્સવ નું આયોજન મંદિરમાં કરવામાં આવેલ છે. તથા ધર્મસભાનુ પણ આયોજન કરેલ છે.
આ અંગે કોઠારી સ્વામી મોહન પ્રકાશદાસજી એ જણાવેલ છે કે તા. 11થી 15 સુધી એમ પાંચ દિવસ ચાલનારા ધરસભા કાર્યક્રમમાં જે હરિભક્તોએ પોતાને ત્યાં સંતોની પધરામણી કરવાની હોય તેમણે પોતાનું નામ સરનામું પોતાના વિસ્તાર ના સ્વયંસેવક પાસે લખાવી લેવું 15મી ધર્મસભા બાદ હરિભક્તો માટે મહાપ્રસાદનુ આયોજન મંદિર ના પટાંગણમાં રાખેલ છે તો તમામ હરિભક્તોએ લાભ લેવા અનુરોધ
- Advertisement -
તસ્વીર- અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર


