મૂલ્યનિષ્ઠ રાજનીતિનો ઉપહાસ કરતા નેતાઓ
જિલ્લા પંચાયત સભ્ય કૉંગ્રેસના અને ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા
- Advertisement -
પક્ષાંતર ધારા હેઠળ અનેક કેસ કર્યા પણ ન્યાય નથી મળતો: જિ.કૉંગ્રેસ પ્રમુખ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
દેશમાં અનેક એવા રાજનીતિના બનાવો સામે આવ્યા છે કે, જેમાં પક્ષ પલટો કરી પાર્ટી સાથે દ્રોહ કરી અન્ય પાર્ટી સાથે જોડાય છે.ત્યારે સવાલ એ થાય છે કે, મૂલ્ય નિષ્ઠ રાજનીતિનું પતન કરતા નેતાઓ …..!!! આજે જયારે અનેક નેતાઓ પક્ષ પલટો કરે ત્યારે હવે પ્રજા કેટલો વિશ્વાસ રાખે તેવા અનેક પ્રશ્ર્નો સામે ઉભા છે.એવુજ કંઈક માણાવદરના અરવીંદ લાડાણી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ હતા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસના સિમ્બોલ ઉપર જીતી ગયા હતા ત્યાર બાદ માણાવદર ધારાસભ્ય પદ પર પણ કોંગ્રેસ માંથી ચૂંટાય આવ્યા અને ત્યાર બાદ કોંગ્રેસ સાથે દ્રોહ કરીને ભાજપ સાથે જોડાઈ જતા ભાજપે તેને ટિકિટ ફાળવી અને ફરી ભાજપના ચિન્હ પર ધારાસભ્ય બન્યા પણ અગાઉ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયેલ અરવિંદ લાડાણી પંચાયત માંથી રાજીનામુ નહિ આપતા કોંગ્રેસ આગેવાનો લાડાણી વિરુદ્ધ રાજનીતિ વિશેના અનેક સવાલો ઉભા કર્યા છે.
- Advertisement -
માણાવદર મત ક્ષેત્રના માટીયાણા જિલ્લા પંચાયત સીટ પરથી કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડ્યા હતા અને ત્યાર બાદ કોંગ્રેસ માંથી ધારાસભ્ય બન્યા પણ હજુ કંઈક ઘટતું હોઈ તેમ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે હાથ મીલાવી ફરી ભાજપ પક્ષની ટિકિટ લઈને ભાજપના ધારાસભ્ય બન્યા હતા એવા સમયે જિલ્લા પંચાયત સીટ પરથી રાજીનામુ નહિ અપાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરાએ અવરવિંદભાઈ લાડાણી ઉપર તીખા પ્રહારો કર્યા છે.અને અને અનેક સવાલો ઉભા કરતા સ્થાનિક રાજકારણ ધગ્યું છે. કોંગ્રેસ આગેવાન અને જિલ્લા પ્રમુખ ભરત અમીપરાએ જણાવ્યું હતું કે, અરવિંદ લાડાણીએ નેતિકતા જાળવી નથી રાખી અને સત્તા લાલચ અને મિનિસ્ટર થવાની લાલચમાં એવું કર્યું છે.જયારે કોંગ્રેસમાંથી ચૂંટાયેલ ધારાસભ્ય હોઈ અને ભાજપમાં ગયા પણ સાથે સાથે જિલ્લા પંચાયત માંથી રાજીનામુ ન આપ્યું આમ અરવિંદ લાડાણીને બે હાથમાં લાડવા રાખવા છે.તેમ જણાવ્યું અને વધુ કહ્યું કે, જયારે કોઈ પક્ષ છોડીને જાય તેના માટે કોંગ્રેસ દ્વારા પક્ષાંતર ધારા હેઠળના અનેક કેસ કર્યા છે.પણ તંત્ર દ્વારા નિર્ણય નથી આવતો ત્યારે લોકતંત્ર તરફથી અમને ન્યાય નથી મળતો હાલ તો કોંગ્રેસ પક્ષે તેને સસ્પેન્ડ કરી દીધા છે પણ આજે જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના છે.અને ભાજપના ધારાસભ્ય છે એટલે બે હાથમાં લાડવા રાખ્યા છે.ખરેખર તેને રાજીનામુ આપી દેવું જોઈએ એ નેતિકતા છે.ખરેખર આ પ્રજા સાથે દ્રોહ છે.
જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરે શું કહ્યું
જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપના છે. ત્યારે પ્રમુખ હરેશભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, અરવિંદભાઈ લાડાણી મટીયાણા સીટ પર જિલ્લા પંચાયતના સભ્ય છે.અને હાલ ધારાસભ્ય પણ છે.જયારે એ સામાન્ય છે કે, જિલ્લા પંચાયત સભ્ય પદ પર હોઈ ત્યારે ધારાસભ્ય બને તો પણ બંને પદ પર રહી શકે છે.એવું ભૂતકાળ પણ થયું છે.જેમાં 2007 માં એલ.ટી.રાજાણી જિલ્લા પંચાયત સભ્ય હતા અને ધારાસભ્ય પણ હતા. જયારે અરવિંદભાઈ લાડાણી કોંગ્રેસ માંથી રાજીનામુ આપીને ભાજપના સિમ્બોલ ઉપરથી ધારાસભ્ય તરીકે ફરજ બજાવે છે તેમ જણાવ્યું હતું.