માણાવદરના ધારાસભ્ય અનુ.જાતિના કામ પણ ન કરતાં હોવાનો આક્ષેપ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
માણાવદર તાલુકા કોંગ્રેસ દ્વારા આજરોજ વિવિધ પ્રશ્ર્નો બાબતે માણાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ગ્રામ સભામાં કોડવાવ ગામે પંચાયતે ગ્રામસભા બોલાવેલ હતી. તેમાં સરપંચના અધ્યક્ષ સ્થાને ગ્રામ સભા હોય છે તથા ગ્રામ સભામાં ગ્રામજનોની હાજરી હોય છે તો ત્યાં કોડવાવ ગ્રામ સભામાં અનુ.જાતિ અને દલીત સમાજના કામોની માંગણી હોવા છતા મંજુર થયેલ કામો ગ્રામ પંચાયત કરતી નથી ત્યારે અનુ.જાતિ લોકોએ રજૂઆત કરતા માણાવદર વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ત્યાં આવીને જણાવેલ કે અમારું મન થાય તો કામ કરવાના નહીતર નહી કરવાના આ વિસ્તારના ધારાસભ્યે નાના સમાજ પ્રત્યે પક્ષપાત રાખી અને સરપંચને કહ્યું કે આ કામ નથી કરવાનું અને ધારાસભ્યએ પંચાયતી ધારા મુજબ સરપંચ હોવા છતાં ગ્રામ સભામાં આવી કાયદાનું ઉલ્લંઘન કરેલ છે તો તેના સામે પગલા લેવા ઉપરાંત માણાવદરના ધારાસભ્યનું ગામ કોડવાવમાં જ દલિત સમાજના છેલ્લા ત્રણ વર્ષમાં કોઈપણ વિકાસના કામ થયેલ નથી ત્યારે આ બાબતે તપાસ કરવી ઉપરાંત માણાવદર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પાયાનું ખાતર આવ્યું ડીએપી ખાતર અછત હોવાથી તાત્કાલિક આ વિસ્તારમાં પૂરું પાડવું આ તો કે માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઇ ખોડભાયા, દેવાયતભાઈ મગરા સુરેશભાઈ કાબા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ તકે માણાવદર વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે. ગ્રામસભામાં તમામ લોકો જઈ શકે જેથી હું પણ ગયેલ હતો ઉપરાંત જે કામ બાબતે આક્ષેપો કરવામાં આવ્યા છે કે ચોમાસાની સીઝન હોય તેથી કામો થયેલ નથી આ કામો આગામી સમયમાં કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.