2.25 કરોડથી પણ વધુ વેરો મિલક્તધારકોનો વેરાઓની રકમ બાકી
ડોર ટુ ડોર કલેકશન કરાયું, ચીફ ઓફિસર પાલિકા કર્મીઓ હાજર રહ્યા
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર પાલિકા દ્વારા 23-24 મિલકત વેરા વસૂલાત માટે ડોર ટુ ડોર જઈ ઢોલ વગાડીને વેરા વસૂલાત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે 60હજાર જેવો રકમનો વેરો વસૂલવામાં આવ્યો છે.
જે મિલકત ધારકો વેરો ભરવા ઉદાસિનતા દાખવી રહ્યાં છે તેમના વિરૂધ્ધ માણાવદર પાલિકાએ પાલિકા અધિનિયમ પ્રકરણ 9 ની કલમ 132 મુજબ મુજબ મિલકત ધારકોને બિલ અને નોટિસ આપવામાં આવી છે. તેમ છતાં વેરો ન ભરનાર સામે કાયદેસર કરવામાં આવશે. શહેરીજનો પાણી, ગટર, સાફ સફાઈ જેવી આવશ્યક સેવાઓનો લાભ લઈ રહ્યાં હોય ત્યારે વેરા વસૂલાતમાં શહેરીજનોએ વેરો ભરવા સહકાર આપવા ચીફ ઓફિસર એમ. આર. ખીચડીયા દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે વેરા ઝુંબેશ માં માણાવદર નગરપાલિકા ચીફ ઓફિસર એમ. આર. ખીચડીયા ના માર્ગદર્શન હેઠળ પાલીકા ઓફિસ સુપ્રીડેન્ટ પરેશ જોશી, પાલિકા એન્જિનિયર અલ્પેશ નાઘેરા, ઇન્ચાર્જ ટેક્સ અધિકારી દિલીપ કણજારીયા, વિજય મહેતા સહિતના કર્મચારીઓ ડોર ટુ ડોર જઈને સઘન વેરો ઝુંબેશ કરવામાં આવી છે.
માણાવદર પાલિકાએ ઢોલ વગાડીને 60 હજારથી વધુ વેરો વસૂલ્યો
