પોરબંદર LCBએ આરોપીને ઝડપી લીધો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
- Advertisement -
મુથુટ ફાયનાન્સમાં નકલી દાગીના મૂકી બે લાખ રૂપિયાની છેતરપીંડી કરનાર આરોપીને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (કઈઇ) દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આ આરોપી મોઢવાડા ગામનો વતની છે અને હાલમાં રાજકોટમાં રહેતો હતો.આઠ મહિના પહેલા કમલાબાગ પોલીસ મથકમાં આ છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં વોન્ટેડ શખ્સ હાલ રાજકોટ ખાતે છે જે હકીકતના આધારે એલ.સી.બી. સ્ટાફના હેડકોન્સ્ટેબલ મુકેશભાઇ માવદીયા તથા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમાર, જીતુભાઇ દાસાએ રાજકોટ ખાતેથી આરોપી રવિન્દ્રજતી નટવરજતી ગોસાઇ ઉ.વ. 34 રહે. મૂળ મોઢવાડા ગામ, વાછરાડાડાના મંદિર પાસે તા.જી. પોરબંદર હાલ રાજકોટ બસ સ્ટેન્ડ પાછળ આર.એમ.સી. ચોક શ્યામ ઇન હોટલ તા.જી. રાજકોટવાળો રાજકોટ શ્યામ ઇન હોટલ ખાતેથી મળી આવતા આરોપીને ઉપરોકત ગુન્હાના કામે પૂછપરછ અર્થે પોરબંદર ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
જે કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયા, એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, હેડકોન્સ્ટેબલ ઉદયભાઇ વરૂ, ગોવિંદભાઇ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ દયાતર, હીમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, અજયભાઇ ચૌહાણ, ડ્રા. પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ વસાવા વગેરે રોકાયેલા હતા .આ ધરપકડ સાથે પોરબંદર પોલીસ ફરી એકવાર છેતરપીંડી સામે સજાગ અને સતર્ક હોવાની પ્રતિક્રિયા આપી છે.