‘દુખી ન થતાં, હું ઈચ્છું છું કે તમે મજબૂત બનો’: છેલ્લો મેસેજ ઉકેલાયા પછી આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડયો
ખાસ-ખબર સંવાદદાતા
ચીનમાં શાંઘાઈની એક હોસ્પિટલમાં કેન્સર પીડિત દર્દીએ અંતિમ શ્વાસ લેતા પહેલાં પત્ની અને પુત્રીને સંબોધીને કાગળમાં એક મેસેજ લખ્યો હતો. એમાં શું લખ્યું છે પરિવારને સમજ ન પડતાં આખરે સોશિયલ મીડિયાની મદદ મેળવવામાં આવી હતી. કેન્સર પીડિત પુરૂષની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એને બોલવામાં પણ શ્રમ પડતો હતો. છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે એ કંઈક બોલવા ઈચ્છતો હતો, પણ બોલી શક્યો નહીં. પત્નીએ એને પોતાની વાત કાગળમાં લખવાનું સૂચન કર્યું. એ માણસે કાગળમાં કંઈક લખ્યું. થોડી વારમાં એનું મૃત્યુ થયું. માતા-પુત્રીએ એનો છેલ્લો મેસેજ ઉકેલવાની ઘણી કોશિશ કરી, પરંતુ એમાં કંઈ સમજ ન પડી. આખરે મૃતકની પુત્રીએ સોશિયલ મીડિયાની મદદ લીધી હતી. યુઝર્સને સંબોધીને તેણે લખ્યું હતું કે આ મારા પિતાના છેલ્લાં શબ્દો છે.