ફોટા જોઈ જતા પતિએ છૂટાછેડા આપી દીધા : બે સંતાનોની માતાની જૂનાગઢના શખ્સ સામે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રૈયા નજીક એક વિસ્તારમાં રહેતી 37 વર્ષીય મહિલા સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે પરીચય કેળવી ફ્રેન્ડશીપ કરી લગ્નની લાલચ આપી જૂનાગઢના શખ્સે તેણીના ઘરે જઈ દુષ્કર્મ આચરતા યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં રહેતી ભોગ બનનાર મહિલાએ જૂનાગઢના ભાવીન રતીલાલ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન 2005માં થયા હતા. પતિ સાથે છૂટાછેડા થઈ ગયા છે. તે પુત્ર અને પુત્રી સાથે રહે છે. ત્રણેક માસ પહેલા ઈન્સ્ટાગ્રામ મારફતે આરોપી ભાવીન મકવાણા સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. ત્યાર બાદ બંને મેસેજથી વાતચીત કરતા હતા અને જન્માષ્ટમી પર્વમાં તે રાજકોટ મળવા આવ્યો હતો ત્યારે તેણે આરોપીને તે પરણીત હોવાનું અને બે સંતાન હોવાની વાત કરી હતી એટલું જ નહીં તે આરોપી કરતા મોટી હોવાની વાત કરી હતી. આથી આરોપીએ મે તને અગાઉ જે રીતે અપનાવવાની વાત કરી હતી તેમ હું તને અપનાવીશ અને તારી સાથે લગ્ન કરીશ તેમ જણાવ્યું હતું. બાદમાં બીજા દિવસે આરોપી તેના ઘરે જતા ઘરે હાજર પુત્રીને આરોપી તેના ફ્રેન્ડનો પુત્ર હોવાનું જણાવ્યું હતું બાદમાં તેના બંને સંતાનો નીચે રમવા ગયા હતા અને આરોપીએ તેને લગ્નની વાતચીત કરી હવસનો શિકાર બનાવી હતી. ત્યાર બાદ આરોપી અવાર-નવાર તેને લગ્નની વાત કરી દૂષ્કર્મ આચરતો હતો. નવરાત્રી પહેલા આરોપી આવતા તેની ફ્રેન્ડ કે જે અયોધ્યા ચોક પાસે રહે છે તેના ઘરે ગયા હતા. જયાં પણ આરોપીએ દૂષ્કર્મ આચર્યું હતું. આરોપીએ તેના માતા સાથે ફોન પર વાતચીત કરાવતા તેને હું પરણીત છું. સંતાનું છે તેમ કહેતા તેણે વાંધો નહીં તમે બને એકબીજાને પસંદ કરો છો, તમે રીલેશનશીપમાં રહો મને કોઈ વાધો નહીં. તેમ જણાવ્યું હતું. બાદમાં તેણે આરોપીની બહેન સાથે પણ વાત કરી હતી દિવાળી ઉપર તે, પતિ અને આરોપી સહિતના સાથે ઉજૈન ફરવા ગઈ હતી. જયાંથી પરત ફરતી વખતે પતિને આરોપી સાથે સંબંધ હોવાની શંકા જતા તેને આરોપીનો ફોન ચેક કરતા તેમાં બંનેના ફોટા જોઈ લીધા હતા તા.26ના પરત આવ્યા બાદ પરિવારજનોને બોલાવ્યા હતા. આ સમયે ત્યાં હાજર આરોપીએ વાતચીત સમયે તેને અપનાવવાની વાત કરી હતી. આરોપીના ઘરે જૂનાગઢ જતાં લગ્નની વાત સમયે આરોપી બોલતો હોવાથી તે પરત રાજકોટ આવી ગઈ હતી. બીજી તરફ પતિએ ગઈતા.7-11-25ના છૂટાછેડા લઈ લીધા હતા. હાલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.



