‘SAVE NO TO DRUGS’ મિશન અંતર્ગત પ્રનગર અને LCBની કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર પોલીસ દ્વારા નશાના દૂષણને ડામવા અને યુવાનોને માદક પદાર્થોથી દૂર રાખવા માટે”SAVE NO TO DRUGS”મિશન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે, રાજકોટ શહેર ક.ઈ.ઇ. ઝોન-2 ટીમે જંક્શન પ્લોટ ગેબનશાહ પીરની દરગાહ સામેથી 2.43 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ પોલીસ કમિશનર દ્વારા રાજકોટ શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા માટે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ સૂચનાઓના આધારે પોલીસની ટીમો સક્રિયપણે કાર્યરત છે. જે અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-2ની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સંયુક્ત બાતમીના આધારે રાજકોટ જંક્શન પ્લોટ ગેબનશાહપીરની દરગાહ સામેથી રૂખડીયા કોલોનીના અફઝલ આબુશા બાનવા ઉં.24ને દબોચી લઇ જડતી લેતા તેની કારમાંથી માદક પદાર્થ ગાંજો 2.43 કિલો ગાંજો મળી આવતા પોલીસે 27,360નો ગાંજો, એક મોબાઇલ, 3 લાખની કાર, રોકડ સહીત 3,41,050નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો હાલમાં આરોપી વિરુદ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગઉઙજ એક્ટ કલમ 20(ઇ)(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



