9150 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરતી ગ્રામ્ય LCB
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉત્તરાયણ પૂર્વે ગળા કાપતી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓ માર્કેટમાં આવી ગઈ હોય રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ગોંડલનામાં દરોડો પાડી સીઝન સ્ટોરમાંથી 61 ફિરકા સાથે વેપારીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રૂરલ એલસીબી પીઆઈ વી વી ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહીલ સાથેના હેડ કોન્સ્ટેબલ અનીલ ગુજરાતી, ભગીરથસીહ જાડેજા, વાઘાભાઇ આલ સહિતનો સ્ટાફ આગામી ઉતરાયણ પર્વે અનુસંધાને ચાઇનીઝ દોરાના સંગ્રહ તથા વેંચાણ પર પ્રતીબંધ અંગે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ગોંડલ જે.કે. ચોક સુવાસ હોટલ પાસે ખોડીયાર સીઝન સ્ટોર નામની દુકાનમાં ચેક કરતા બે પુઠાના બોકસ પડેલ હોય જે બોક્સ ખોલી જોતા તેમાંથી પ્લાસ્ટીકની ચાઈનીઝ દોરાની ફીરકી મળી આવી હતી જેથી સ્ટાફે દુકાનમાં કાઉન્ટર ઉપર બેસેલ શખ્સનું નામ પુછતા ગજેન્દ્ર ઉર્ફે ગોપાલ રમેશ ઉર્ફે પાંચા સદાદિયા નામના શખ્સની અટકાયત કરી 9150નો મુદામાલ કબજે કર્યો હતો