ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તેના માટે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા સૂચના મળતા માણાવદર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી 12 વર્ષે ઝડપી પાડ્યો.
- Advertisement -
પોલીસ વિગત પ્રમાણે માણાવદર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો આરોપી ઈશુ ઉર્ફે યુસુફ ઉર્ફે કાલીયો અલ્લારખા રાઠોડ હાલ રાજકોટ અને મૂળ કેશોદના શખ્સને હકીકતના આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે. પટેલ અને તેમની ટીમને બાતમી મળતા કેશોદ એરપોર્ટ રોડ પર હોવાનું જાણવા મળતા પોલીસે અપહરણના ગુનાના આરોપી ઈશુ ઉર્ફે યુસુફ ઉર્ફે કાલીયો રાઠોડને ઝડપી માણાવદર પોલીસના હવાલે કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી.



