પોરબંદર LCBએ આરોપીને કાયદાનું ભાન કરાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
- Advertisement -
પોરબંદરની એ.સી.સી. કોલોનીમાં રહેતા ચિરાગભાઈ કેશુભાઈ ઓડેદરા નામના યુવાને તા. 12 જૂનના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પોરબંદરના રાજુ હરદાસભાઈ ઓડેદરા નામના શખ્સે ‘પોરબંદર હીત રક્ષક’ વોટ્સએપ ગૃપના એડમીન તરીકે વોટ્સએપ મેસેજમાં વર્તમાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા વિરુદ્ધ ખોટી ટીપ્પણી કરી હતી. આ મેસેજમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. રાજુ ઓડેદરા વિરૂદ્ધ અગાઉ પ્રોહીબીશન સહિત પાંચ ગુન્હા નોંધાઈ ચૂક્યા છે. આ નવી ફરિયાદ થતાં જ જિલ્લા પોલીસે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રાજુ ઓડેદરાની અટકાયત કરી અને તેને કાયદાનું ભાન કરાવ્યું. આ ઘટનાએ પોરબંદરમાં ચકચાર મચાવી છે. હવે, વધુ અન્વેષણ ચાલી રહ્યું છે કે શખ્સે આવા મેસેજનું પ્રસારણ શા માટે કર્યું. પોલીસ લોકોને શાંતિ જાળવવાની અને સાવચેત રહેવાની અપીલ કરી રહી છે.