બોલેરો કાર ચાલકે પોલીસ અને હોમગર્ડ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકનો સ્ટાફ ટ્રાફિક ડ્રાઈવમાં હોય જે દરમિયાન શહેરના નરશીપરા વિસ્તાર ખાતે એક બોલેરો કારને ઊભી રાખવા માટે ઈશારો કરતા કાર ચાલકે પોલીસ કર્મચારી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં પોલીસ કર્મચારી મહેન્દ્રસિંહ સોલંકી તથા હિંગરાડ જવાન રાજદીપસિંહને સામાન્ય ઇજાઓ પામી હતી જ્યારે પોલીસ કર્મચારી દ્વારા બોલેરો કાર ચાલકનો પીછો કરી ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. જ્યારે ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારી અને હોમગાર્ડ જવાનને સારવાર હેઠળ ખસેડી કાર ચાલક મેહુલ હીરાભાઈ ખરગીયા રહે: મહાદેવગઢ (મૂળી) વાળા વિરુધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે હાલમાં જ થાનગઢ ખાતે પણ શહેરી વિસ્તારમાં ડીવાયએસપી અને પીઆઈ સહિતના કાફલો ટ્રાફિક ડ્રાઈવમાં હોય જે દરમિયાન સ્વિફ્ટ કાર ચાલકે આ પ્રકારે પોલીસના હાથેથી છટકી શહેરી વિસ્તારમાં પોલીસથી બચવા પૂરઝડપે કાર ચલાવી અનેક લોકોને અડફેટે લીધા હતા જેમાં પણ હત્યાના પ્રશ્નો ગુનો નોંધાયો હતો પરંતુ હજુ સુધી આ સ્વિફ્ટ કાર ચાલક પોલીસ ગિરફ્તથી દૂર છે ત્યારે આ પ્રકારના ઘટનાઓ વારંવાર બનતા સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા વાહન ચાલકો પર અંકુશ લાદવા જરૂરી છે.



