ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમના સ્ટાફને સોશિયલ મીડિયા પર એક શખ્સ દ્વારા હથિયાર સાથે ફોટો અપલોડ કર્યો હોવાની જાણ થતા ફોટા આધારે શખ્સની તપાસ કરતા આ શખ્સ મૂળી તાલુકાના પલાસા ગામનો ગણપતભાઇ પુનાભાઈ ફીસડીયા હોવાની માહિતી મળતા એસ.ઓ.જી પીઆઇ ભાવેશભાઈ શિંગરખીયા સહજતની ટીમ દ્વારા શખ્સને ઝડપી લઇ પૂછપરછમાં પાચ વર્ષ પહેલા એક લગ્ન પ્રસંગે હથિયાર સાથે ફોટો પડાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો જોવાની કબૂલાત આપતા શખ્સની અટકાયત કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળીના પલાસા ગામે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો મૂકનાર શખ્સ ઝડપાયો
