અંગે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ ધોરાજી
ધોરાજી પોલીસ સ્ટેશનને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવતાં પોલીસ સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. દારૂના ગુનામાં સંડોવાયેલ પંકજ ઉર્ફે લાલુ ચૌધરીએ પોતાની પાસે રહેલ માચીસથી કાંડી ચાંપી હતી જેમાં બાથરૂમ સહિતની મિલકતને નુકસાન પહોંચતા સરકારી પ્રોપર્ટીને નુકશાન પહોંચાડયાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
ધોરાજી સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શિલ્પાબેન રાણવાએ ધોરાજી બહારપુરાના પંકજ ઉર્ફે લાલુ સુરેશ ચૌધરી સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પીએસઓ ચાર્જમાં હતા દરમ્યાન સાંજના સમયે પ્રોહિબિશન હેઠળનો ગુનો હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાએ લેખીત ફરીયાદ કરવાં આપતા સ્ટેશન ડાયરીમાં નોંધ હતી બાદમાં ગુનાના આરોપી પંકજ ઉર્ફે લાલુ સુરેશ ચૌધરીની મેડીકલ તપાસણી કરી લોકઅપમાં મુક્યો હતો પોતે કામ સબબ ઉપર ગયા હતા ત્યારે નીચે રાડા રાડી થતા ઝડપથી નિચે આવીને જોયુ તો લોકઅપમાં ધુમાડો નિકળતો હતો.
- Advertisement -
લોકઅપના બાથરૂમમાં આગ લાગેલી હતી દરમિયાન પીઆઈ કે.એસ.ગરચર તેમજ અન્ય સ્ટાફે લોકઅપની અંદરથી આરોપી પંકજ ઉર્ફે લાલુ ચૌધરીને બહાર કાઢતા હતા અને હોમગાર્ડ રાજુભાઈ લોકઅપ પાસે ઊભા હતા ત્યારે આરોપી પંકજ ઉર્ફે લાલુ ચૌધરી જોર જોરથી મે શું ગુનો કર્યો છે તો મને લોકઅપમાં રાખ્યો હવે મારે મરી જાવુ છે બાદમાં આરોપી પંકજ ઉર્ફે લાલુ ચૌધરીને કોઈ ઈજા થયેલ છે કે કેમ? તે બાબતે આરોપીને પુછતા અને ચેક કરતા આરોપીને કોઈ દેખીતી ઈજા થયેલાનું જણાય આવેલ નહિ. જે બાદ આરોપીને ચેમ્બરમાં જરૂરી પોલીસ જાપ્તા સાથે બેસાડયો હતો દારૂના ગુનાનો આરોપી પંકજ ઉર્ફે લાલુ ચૌધરીને લોકઅપમાં રાખવામાં આવ્યો હોય ત્યારે આરોપીએ પબ્લીક પ્રોપટી ધોરાજી સીટી પોલીસ સ્ટેશનને આગ લગાવી નુકશાન કરવા અને પોતાની તથા અન્ય લોકોનો જીંદગી જોખમમાં મુકાય તેવા ઈરાદાથી પોતાની પાસે રહેલ માચીસથી લોકઅપમાં રહેલ ગોદડામાં આગ લગાડી સળગાવી દઇ લોકઅપના બાથરૂમની દિવાલને નુકશાન કરેલ હતું.