માંગરોળ-માળિયા તાલુકાની સંયુક્ત વિધાનસભા બેઠક હોય ખેંચતાણ શરૂ
માળિયા હાટીના તાલુકાનાં સરપંચ એસો.ની બેઠક મળી
- Advertisement -
ભાજપ માળિયાનાં સ્થાનિકને ટિકિટ આપે તેવી માંગણી કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય ખેંચતાણ પણ શરૂ થશે. જ્ઞાતી, પ્રદેશ વાદ પણ સામે આવશે. હાલ માળિયા હાટીનામાં સરપંચ એસોસીએશનની બેઠક મળી હતી. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ ચર્ચા કરવામાં આવી હતી. આગામી ચૂંટણીમાં માંગરોળ બેઠકમાં માળિયાનાં સ્થાનિક ઉમેદવારને ભાજપ ટિકિટ આપે તેવી માંગ કરાઇ હતી અને જો ભાજપ આવું નહી કરે તો માંગરોળ બેઠક ગુમાવવાનો વારો આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. માંગરોળ વિધાનસભા બેકઠમાં માળિયા અને માંગરોળ તાલુકાનો સમાવેશ થાય છે. ત્યારે ચૂંટણી નજીક આવતા બન્ને તાલુકામાંથી ઉમેદવારને લઇ ખેંચતાણ શરૂ થઇ છે.
વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે.ટિકિટોની ખેંચતાણ શરૂ થઇ છે. 2017 વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકમાંથી માત્ર કેશોદની એક બેઠક ભાજપ જીતી શક્યું હતું.ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણીની ટિકિટ માટે ખેંચતાણ શરૂ થઇ છે. 89 માળિયા – માંગરોળ સીટની ટિકિટ ભાજપમાંથી આપવા સરપંચોની ખાસ બેઠક મળી હતી. જેમાં એકત્ર થયેલા સરપંચોનો એક સુર જોવા મળ્યો હતો અને માળિયા હાટીનામાંથી સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવા ભાજપ મોવડી મંડળ પાસે માંગ કરી હતી. માળિયા હાટીના તાલુકા 68 ગામ આવેલા છે.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે માળિયા હાટીના તાલુકામાંથી ટિકિટ આપી છે,તો ભાજપ પણ માળિયા હાટીનાના સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવેતો ભાજપની 100% જીત નિશ્ચિત છે. તેવો તમામ સરપંચનો દાવો કર્યો હતો અને જો ભાજપ માળિયા હાટીના સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહિ આપે તો સીટ ગુમાવાનો વારો આવશે.તેવી ચીમકી ઉચ્ચારી હતી.
- Advertisement -
માળિયા હાટીના સરપંચ એશોસીએસન પ્રમુખ કિશોર દયાતર સહીત અનેક સરપંચો એકત્ર થયા હતા અને જણાવ્યું હતું કે,આજે આપ અને કોંગ્રેસ જો સ્થાનિક ઉમેદવારની પસંદગી કરતુ હોઈ તો ભાજપ પણ સ્થાનિક ઉમેદવારની પસંદગી કરે અને માળિયાના સ્થાનિક લોકોની પણ માંગ છે કે, સ્થાનિક ઉમેદવારની પસંદગી કરે અને જો સ્થાનિક ઉમેદવારને પસંદગી નહિ કરવામાં આવે તો ભાજપ સામે લોકોમાં રોષ છે અને સીટ ગુમાવાનો વારો આવશે.એકત્ર થયેલા સરપંચોનું કેહવા મુજબ, આજે સ્થાનિક ઉમેદવાર હોઈ તો મતદારો સમજી શકે અને ભાજપ તરફી મતદાન કરી શકે અને જો માંગરોળ તાલુકામાંથી ટિકિટ આપવામાં આવશે, તો માળિયાના સ્થાનિક લોકોનો રોષનો ભોગ બનવું પડશે ત્યારે ભાજપ મોવડી મંડળને વિનંતી કરી હતી અને માળિયા હાટીનાના સ્થાનિક ઉમદેવારને ટિકિટ આપવાની માંગ કરી હતી.
માળિયા સરપંચ એસોસિએશન પ્રમુખે સ્થાનિકને જ ટિકિટ આપવા માંગ કરી
માળિયા હાટીના સરપંચ એસોસીએશનનાં પ્રમુખ કિશોર દયાતરના કેહવા મુજબ, માળિયા તાલુકામાં 68 ગામ આવેલા છે. સ્થાનિક ગ્રામજનો પણ માંગ કરી રહ્યા છે કે, સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવામાં આવે ભાજપ મોવડી મંડળ માળિયાના સ્થાનિકમાંથી ટિકિટ આપેતો ભાજપની જીત નિશ્ર્ચિત છે અને નહિ આપવામાં આવેતો સ્થાનિક લોકોના રોષથી ભાજપ સીટ ગુમાવવાનો વારો આવશે.
‘આપ’એ માળિયાના ઉમેદવાર પસંદ કર્યા છે
માળિયા માંગરોળ વિધાનસભા સીટ પર 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી પિયુષ પરમારની પસંદગી કરી છે અને કોંગ્રેસમાંથી બાબુભાઇ વાજા સિટિંગ ધારાસભ્ય છે એટલે ભાજપ પણ માળિયાના સ્થાનિક ઉમેદવારની પસંદગી કરે અને ભાજપ ટિકિટ આપે તો ભાજપ સીટ જીતી શકે તેમ છે અને મતદારો પણ સાથે રહેશે.