માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર (સારથી) તરીકે ફરજ બજાવતા વાલભાઈ બાબરીયા વય મર્યાદાને કારણે નિવૃત થતાં આજ રોજ માળીયા હાટીના પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ દ્વારા કોરોનાની ગાઈડ લાઈનનું પાલન થાય એ રીતે સાદગી પૂર્ણ વિદાય આપવામાં આવી હતી તેમજ નવી ઇનિંગ્સની શુભેચ્છાઓ પાઠવી હતી, જયારે પી.એમ. મોદી સાહેબ જૂનાગઢ જિલ્લામાં આવેલ તે સમયે વાલભાઈ બાબરીયાને સૌથી આગળ કોનવે ગાડીમાં ગાઇડકાર તરીકે સારી કામગીરી કરવા બદલ ઈનામ પણ આપવામાં આવેલ હતું, કોઈ પણ V.V.I.P ને લઈ જવા કે મૂકવા જવા માટે ગાઇડકારની ભૂમિકા મહત્વની હોય છે, ગાઇડકારની ગાડી સૌથી આગળ હોય છે, જો ગાઇડકાર ચાલક ભૂલ કરે તો પાછળની બધી ગાડીઓને પણ નુકશાન થતું હોય છે, વાલભાઈ સૌથી જૂના ડ્રાઈવર (સારથી) છે અને તેઓની આગેવાની નીચે નવી પોલીસ ભરતીના ઘણા યુવાનો ડ્રાઈવર (સારથી) તરીકે તૈયાર થયેલ છે.
રિપોર્ટર :- અનિરુદ્ધસિંહ બાબરીયા કેશોદ


