મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ ઓફિશિયલી તેમના લગ્ન તારીખની જાહેરાત કરી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને બંને એ પહેલી મુલાકાતથી લઈને લગ્ન સુધીની સફરની ઝલક બતાવી છે.
હવે ફાઇનલી મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશીએ ઓફિશિયલી તેમના લગ્ન તારીખની જાહેરાત કરી દીધી છે. એમને ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં એમની પહેલી મુલાકતથી લઈને લગ્ન સુધીની સફરની ઝલક પણ બતાવી છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો કોમેન્ટ કરીને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.
- Advertisement -
26 નવેમ્બર, 2024 આ દિવસે મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાશે. વિડીયોની શરૂઆત #MaJaNiWedding હેશટેગ સાથે થઈ છે અને વિડીયોના અંતમાં લગ્નની તારીખ વિશે જણાવ્યું છે. સાથે જ એમની લવસ્ટોરીની શરૂઆત કેવી રીતે થઈ તેની ઝલક અલગ અંદાજમાં બતાવી છે. ફિલ્મના સેટ પરની એ મુલાકાત કોફી ડેટ સુધી પહોંચી, ધીરે ધીરે પ્રેમમાં પડ્યા બાદ હવે બંને 26 નવેમ્બરના લગ્ન કરવા જઈ રહ્યા છે.
આ વિડીયો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘હરખ ની હેલી અને વ્હાલનું વાવાઝોડું. બન્ને ના પરિવારે ભેગા થઈ ને અમને ‘’*Save the Date*’’ નો વિડિયો બનાવવાનું કહેલ છે. આ છે એની પ્રસ્તુતિ , આશીર્વાદ ની અપેક્ષા.#MaJa’
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મના ચાહકોમાં એ વાત ચર્ચાનો વિષય બની હતી કે ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર કોની સાથે લગ્ન કરશે. એટલે થોડા દિવસ પહેલા બંનેના રિલેશનશિપને કન્ફર્મ કરતાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં અભિનેત્રી પૂજા જોશીએ ઇન્સ્ટાગ્રામ પર મલ્હાર સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું, “તમામ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવીએ છીએ. રીલથી રિયલ સુધી.. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ!”