ઉપવાસમાં ભૂખ્યા રહેવું ઘણા લોકો માટે મુશ્કેલ હોય છે. ત્યારે આવી સ્થિતીમાં ફરાળી સ્વાદિષ્ટ ભોજન હોય તો મજા પડી જાય.
1..રાજગરાની ફરાળી પુરી બનાવવાની રેસિપી
- Advertisement -
સામગ્રી..
રાજગરાનો લોટ, બટાટા,મીઠું સ્વાદ અનુસાર, લીલું મરચું, કોથમરી,આદુ,કોથમરી,તેલ,મરી પાવડર, શેકેલા જીરુંનો પાવડર
- Advertisement -
રીત:
મોટી કાથરોટમાં એક વાટકો રાજગરાનો ફરાળી લોટ લો. બાફેલા બટાકેને ખમણીને તે લોટમાં ઉમેરો.તેમા મરી પાવડર, શેકેલા જીરુનો પાવડર, મીઠું ઉમેરો.પછી મિક્સરજારમાં એક લીલું મરચું, મીઠા લીમડાના પાન, કોથમરી, આદુ ઉમેરી ક્રશ કરી પેસ્ટ બનાવી આ લોટમાં ઉમેરો.એક ચમચી શીંગતેલ ઉમેરો અને લોટ બાંધી લો. જરૂર મુજબ પાણી ઉમેરો. પછી છેલ્લે તેલ ઉમેરી લોટ તૈયાર કરી દો.પછી નાની નાની પુરી બનાવી લો અને તેલ મુકી તમામ પુરી તળી લો.
2..સાબુદાણાની સ્વાદિષ્ટ ખિચડીની રેસિપી
સામગ્રી..
સાબુદાણા, બટેટા, ટામેટા, મગફળી, લીલા મરચા, કોથમીર, સિંધવ મીઠું, કાળા મરીનો પાવડર, ઘી
રીત:
સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌથી પહેલા સાબુદાણાને 3થી 5 કલાક પલાળીને રાખી દો. પલાળતા પહેલા તેને સારી રીતે ધોઈ લો.
હવે થોડા બટેટા, ટામેટાં, લીલા મરચા અને કોથમીરને સારી રીતે ધોઈને બારીક કાપી લો.
પછી એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં સમારેલા બટાકા અને સીંગદાણા સેંકી લો.
પછી તેને એક પ્લેટમાં કાઢી લો અને હવે કડાઈમાં બાકી રહેલા ઘીમાં સાબુદાણાની ખીચડી બનાવો. જો વધારે ઘી હોય તો તમે તેને કાઢી શકો છો.
ત્યારબાદ હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં અને લીલાં મરચાં નાખીને બરાબર ફ્રાય કરો. જ્યારે તે સેંકાય જાય, ત્યારે તેમાં સિંધવ મીઠું ઉમેરો.
હવે પલાળેલા સાબુદાણાને ગાળી લો અને પછી કડાઈમાં સાબુદાણા, બટાકા અને સીંગદાણા નાખો. સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં સ્વાદ મુજબ કાળા મરીનો પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો. ગેસની ફ્લેમને બંધ કરો અને કોથમીરથી ગાર્નિશ કરીને પછી ખાઓ.
3.. શક્કરિયાનો હલવો બનાવવાની રેસિપી
સામગ્રી..
શક્કરિયા,ખાંડ,દુધ, કેસર, ઘી,ડ્રાઈફ્રુટ્સ,એલચી પાવડર
રીત:
પાંચ છ શક્કરિયા ધોઈને સાફ કરી લો. તેનો આગળ અને પાછળનો ભાગ અલગ કરી દો.
પછી કુકરમાં તેને બાફી લો. પછી તેની છાલ અલગ કરી દો.
પછી ખમણીની મદદથી ખમણી લો.
પછી એક કઢાઈમાં ઘી લો. પછી તેમા ખમણેલા શક્કરિયા ઉમેરી દો. પાંચ મિનિટ પકાવો.
પછી તેમા ખાંડ, ડ્રાઈફ્રુટ્સ, થોડી મલાઈ ઉમેરી મિક્સ કરી દો. પછી દુધમાં પલાળેલું કેસર ઉમેરો.
થોડીવાર પાકવા દો પછી તેમા એલચીનો પાવડર ઉમેરો.
4..મોરૈયાની ફરાળી ખીચડી બનાવવાની રેસિપી
સામગ્રી..
મોરૈયો,બટાકું,ઘી,જીરું,લાલ સુકુ મરચું, શીંગદાણા,મીઠું,તજ-લવિંગનો ભૂકો,દહીં
બનાવવાની રીત
એક વાટકો મોરૈયો લો. તેને ધોઈ અને પાંચ મિનિટ પલાળી દો. એક બટાકું ખમણી લો.
હવે કુકરમાં થોડું ઘી, જીરુ, સુકુ લાલ મરચું, એક મુઠ્ઠી શીંગદાણા ઉમેરી સાતળો.
પછી મીઠા લીમડાના પાન, આદુ મરચાની પેસ્ટ ઉમેરી મિક્સ કરો.
પછી ખમણેલું બટાકું, મીઠું ઉમેરી મિક્સ કરો. પછી 3 મિનિટ સાતળો.
પછી તજ લવિંગનો પાવડર ઉમેરો. પછી મોરૈયામાંથી પાણી કાઢી તે ઉમેરો. હવે 2 મિનિટ સાતળો.
પછી તેમા ચાર વાટકા પાણી અને થોડું દહીં ઉમેરો.
કૂકરનું ઢાંકણ બંધ કરી મિડિયમ ગેસ પર ચાર વિસલ કરી લો.
તો તૈયાર છે તમારી મોરૈયાની ખીચડી.
5..કસ્ટર્ડ પાવડર વગર ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રેસીપી
સામગ્રી..
ફૂલ ક્રીમ દૂધ 1 લીટર,પીસેલા સાબુદાણાનો પાઉડર 2 ચમચી,વેનીલા એસેન્સ 1 ચમચી,કેસરના તાંતણા 15-20,ખાંડ 3-4 ચમચી,માખણ 1 ચમચી,સફરજન ½ નાના કટકા કરેલ, કેળા 1 ના કટકા કરેલ, નાશપતિ ½ ના કટકા કરેલ,દ્રાક્ષ 10-15 ના કટકા કરેલ
રીત:
ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં સાબુદાણા નાખોને પીસીને પાઉડર કરી લ્યો
ત્યાર બાદ એક ચપટી મીઠું નાખી ફરીથી બરોબર પીસીને પાઉડર કરી લ્યોને ઝીણી ચારણીથી ચાળી લ્યોને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ લ્યો એમાંથી એક કપ દૂધ અલગ કરી લ્યો ને બાકીનું દૂધ ગરમ કરવા મૂકો અલગ કરેલ દૂધમાં પીસીને રાખેલ સાબુદાણા પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યોને એક બાજુ મૂકો.
દૂધ ઊકળવા લાગે એટલે ગેસ મિડીયમ કરી નાખોને દૂધ ઉકાળીને પોણા ભાગનું થાય એટલે એમાં કેસરના તાંતણા અને વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યોને ત્યાર બાદ બે ચમચી સાબુદાણા પલાળેલા મિશ્રણના નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દયો. પાંચ મિનિટ ઉકાળ્યા પછી ફરીથી બે ત્રણ ચમચી સાબુદાણા વાળુ મિશ્રણ નાખી નાખી બરોબર મિક્સ કરોને પાંચ મિનિટ ઉકળવા દયો પાંચ મિનિટ પછી ફરી બાકી રહેલ મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ ઉકાળો ને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી બ્લેન્ડરથી પીસીને સ્મુથ કરી લ્યો ( બ્લેન્ડર ફેરવવું ઓપ્શનલ છે) બાદ ફરીથી ધીમો ગેસ ચાલુ કરી નાખો.
હવે એમાં ખાંડ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઉકળવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખોને બીજા વાસણમાં કાઢી લ્યો ને એમાં માખણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઠંડુ કરી લ્યો કસ્ટર્ડ ઠંડુ થાય એટલે ફ્રીઝમાં મૂકી બિલકુલ ઠંડુને ચિલ્ડ કરવા મૂકો.
ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રીતઅહી તમે તમારી પસંદ ના ફ્રુટ ના કટકા નાખી શકો છો પણ ધ્યાન રહે ફ્રુટ ખાટા ના હોય.