રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર ભારે ટેરિફ લાદવાના કારણે ભારત-અમેરિકા સંબંધોમાં મંદી વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત થઈ રહી છે
જાપાનમાં ભારતના રાજદૂત સિબી જ્યોર્જે જણાવ્યું હતું કે, બંને પક્ષો એમઓયુ પર હસ્તાક્ષર કરવા ઉપરાંત આગળ વધશે, જેમાં વડા પ્રધાન મોદી અને તેમના જાપાની સમકક્ષ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચાલી રહેલા વેપાર યુદ્ધ વચ્ચે પ્રવર્તમાન ભૂ-રાજકીય અને ભૂ-આર્થિક પરિદૃશ્ય પર ચર્ચા કરશે તેવી અપેક્ષા છે
- Advertisement -
વડાપ્રધાન મોદીએ જાપાનની મુલાકાત દરમિયાન જાપાનના મેન્યુફેક્ચરર્સને ભારતમાં યુનિટ સ્થાપવા આમંત્રણ આપતાં કહ્યું કે, ‘મેક ઈન ઈન્ડિયા ફોર હૉલ વર્લ્ડ’ આજે ટેક્નોલોજી અને ટેલેન્ટ જ વિશ્વનું નેતૃત્વ કરી શકે છે. જાપાન મેક ઈન ઈન્ડિયા હેઠળ વિશ્વ માટે નિર્માણ કરે.
ટોક્યોમાં ભારત-જાપાન ઈકોનોમિક ફોરમને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત રોકાણ માટે સૌથી વધુ પ્રોમિસિંગ ડેસ્ટિનેશન છે. 80 ટકા કંપનીઓ ભારતમાં વિસ્તરણ કરવા માગે છે. જેમાં 75 ટકા પહેલાંથી જ નફામાં છે. ભારતમાં મૂડી અનેકગણી વધી રહી છે. ભારતની વિકાસ યાત્રામાં જાપાન હંમેશાથી એક મહત્ત્વનો ભાગીદાર રહ્યો છે. મેટ્રોથી મેન્યુફેક્ચરિંગ સુધી, સેમીકંડક્ટરથી સ્ટાર્ટઅપ સુધી અમારી પાર્ટનરશીપ વિશ્વાસનું પ્રતીક છે. જાપાનની કંપનીઓએ ભારતમાં 40 અબજ ડોલરથી વધુ રોકાણ કર્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારતમાં રાજકીય સ્થિરતા, આર્થિક સ્થિરતા, નીતિઓમાં પારદર્શકતા, અને પૂર્વાનુમાનશીલતા છે. આજે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર છે. તેમજ ટૂંકસમયમાં વિશ્વની ત્રીજી ટોચની ઈકોનોમી બનવા જઈ રહ્યું છે. રિફોર્મ, પર્ફોર્મ, અને ટ્રાન્સફોર્મ અમારી વિચારસરણી છે.
- Advertisement -
ફોરમમાં સંબોધનમાં પીએમ મોદીએ આગળ કહ્યું કે, ભારત અને જાપાનની ભાગીદારી વ્યૂહનીતિનો એક ભાગ છે. ઈકોનોમિક લોજિકથી પ્રેરિત બંને દેશો સંયુક્ત હિતોને સંયુક્ત સમૃદ્ધિમાં તબદીલ કર્યા છે. ભારત જાપાનના બિઝનેસ માટે ગ્લોબલ સાઉથનું સ્પ્રિંગબોર્ડ છે. બંને દેશો સાથે મળી એશિયન સદીને સ્થિરતા, વિકાસની દિશા આપશે.