– વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં હચમચાવી દેતી દૂર્ઘટના સામે આવી છે જેમાં માલ નદીમાં 7 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે.
- Advertisement -
પશ્ચિમ બંગાળના જલપાઇગુડી જિલ્લામાં દુર્ગા પૂજા દરમિયાન મોટી દુર્ઘટના સામે આવી હતી. વિસર્જન વેળાએ નદીમાં અચાનક જળપ્રવાહ વધતાં સાત લોકોના મોત નિપજ્યાં હતા. જલપાઇગુડીની માલ નદીમાં આ દુર્ઘટના સર્જાઇ હતી.દુર્ગા પૂજા વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગયા હતા. આ દરમિયાન આચાનક જ પાણી વધતા લોકો તેમાં ફસાઈ ગયા હતા અને જોત જોતાંમાં 7 લોકો ડૂબી જતાં મોત નિપજ્યાં હતા.
Terrible terrible news coming in from Jalpaiguri, #NorthBengal:
♦️ Flash flood hit the Mal river during Visarjan
♦️ 7 people dead, several missing
♦️ Many people were trapped in river; many washed away
♦️ NDRF, Civil Defence deployed; rescue underway.
— Ananya Bhattacharya (@ananya116) October 5, 2022
- Advertisement -
મૂર્તિ વિસર્જન માટે નદીમાં ઉતર્યા હતા લોકો
આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં મોતની ચિચિયારી અને અફરતરફરી નજરે પડે છે. પ્રાથમિક માહિતી અનુસાર હજુ પણ ઘણા લોકો ગુમ છે. તેમનું રેસ્ક્યૂનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. હજુ પણ મોતનો આંકડો વધી શકે છે. આ કોઈ પહેલી ઘટના નથી કે મૂર્તિ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળૂઓના મોત થયા હોય, આ બનાવ રાત્રે 9 વાગ્યે બન્યો હોવાના સમાચાર છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો નડીમાં ઉતર્યા હતા ત્યારે અચાનક જ નદીના જળસ્તરમાં વધારો થયો હતો. અને લોકો નદીના ઉફાનમાં વચ્ચે ફસાઈ તણાઇ ગયા હતા. સ્થાનિક પ્રશાસને મોટાપાયે રેસ્ક્યૂનું કામ સંભાળી લીધું છે. કોશિશ કરવામાં આવી રહી છે કે વધુમાં વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ટ્વિટ
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં દુર્ગા પૂજાના તહેવાર દરમિયાન બનેલી આ દુર્ઘટનાથી દુઃખી છે. જેમણે પરિજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદનાવ્યક્ત કરી છે. PMOએ ટ્વિટ કરી આ માહિતી આપી છે.
Anguished by the mishap during Durga Puja festivities in Jalpaiguri, West Bengal. Condolences to those who lost their loved ones: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 5, 2022