કચ્છના ખાવડા નજીક પથ્થરના ખનન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. પથ્થરની ખાણમાં ખનન દરમિયાન વિશાળ ભેખડ ધસી પડતા અનેક શ્રમિકો દટાયા છે. બે શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે.
કચ્છના ખાવડા નજીક પથ્થરની ખાણમાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં વિશાળ ભેખડ ધસી પડતાં કાટમાળ નીચે અનેક શ્રમિકો દટાયા છે. જેમાંથી બે શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી છે અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
પૈયા ગામના સીમાડે મોટી દુર્ઘટના
મળતી માહિતી અનુસાર, ખાવડા નજીક આવેલા પૈયા ગામના સીમાડે પથ્થરોના ખનનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક એક વિશાળ ભેખડ શિલા નીચે પડી હતી, આ દરમિયાન અનેક મજૂરો કામ કરી રહ્યા હતા. હિટાચી મશીન સહિત અન્ય વાહન પણ દટાયા હોવાન અહેવાલ મળી રહ્યા છે.
2 શ્રમિકના મૃતદેહ મળી આવ્યા, બચાવ કામગીરી ચાલું
આ દુર્ઘટનાની જાણ થતાં જ ખાવડા પોલીસ સહિત ફાયર બ્રિગેડની ટીમ બનાવસ્થળે દોડી આવી હતી અને તાબડતોડ શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ 2 શ્રમિકના મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ અન્ય શ્રમિકો દટાયાની હોવાની આશંકા વચ્ચે કાટમાળ હટાવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં હિટાચી સહિત ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો છે.
કેટલા શ્રમિકો દટાયાનો કોઇ ચોક્કસ આંકડો આવ્યો નથી સામે
નોંધનીય છે કે, ઘટનાને પગલે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ દૂર કરી દટાયેલા કામદારોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. કાટમાળ નીચે કેટલા શ્રમિકો દટાયા છે, તે અંગે કોઇ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. જો કે, આ ખનન કાયદેસર રીતે ચાલી રહ્યું હતું કે બિનકાયદેસર રીતે તે અંગે પણ અહેવાલો સામે આવ્યા નથી.
- Advertisement -