કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરના મોર્ચા પર મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા કઠોર પગલાની વાત કરતા દાવો કર્યો કે, સર્જિકલ સ્ટ્રાઇકની સાથે- સાથે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા બીજા ખાસ લેવામાં આવેલા પગલાના કારણે વર્ષ 2014 પછી જમ્મૂ-કાશ્મીરમાં આંતકવાદની ઘટનાઓમાં 168 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમની સાથે જ તેમણે નોર્થ ઇસ્ટમાં પણ ઉગ્રવાદી હિંસામાં 80 ટકાનો ઘટાડાનો દાવો કર્યો છે.
અનુરાગ ઠાકુરએ પીએફઆઇ પર પ્રતિબંધ લગાવવાની વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એવા કટ્ટરપંથી સંગઠનોની સામે સરકારની મોટી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. કેન્દ્રિય મંત્રીએ નક્સલવાદીની ઘટનાઓમાં પણ ઘટાડાની વાત કરતા કહ્યું કે, પાકિસ્તાન પર જોરદાર હુમલો બોલ્યો હતો.
- Advertisement -
વડાપ્રધાન મોદી દ્વારા વર્ષ 2014માં સત્તા સંભાળ્યા પછી આંતરિક સુરક્ષાની સાથે- સાથે જમ્મૂ-કાશ્મીર અને નોર્થ ઇશ્ટ રાજ્યોમાં શાંતિ સ્થાપના કરવા અને મોટા પાયે આધઆરભૂત સરંચનાના વિકાસનો દાવો કરતા કહ્યું કે, મોદી સરકારના કાર્યલયમાં જમ્મૂ કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં 168 ટકાનો ઘટાડો નોંધાયો છે. આંતકિઓને મળી રહેલા ફંડિંગ સિસ્ટમ પર સરકાર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીનો ઉલ્લેખ કરતા અનુરાગ ઠાકુરએ દાવો કર્યો કે, આતંક વધવા માટે આવાનાર ટેરર ફાઇનેન્સિંગના કેસમાં પણ ગુનો સાબિત થવાનો દર 94 ટકા જેટલો છે.
નોર્થ ઇસ્ટના રાજ્યોની હાલને લઇને કોંગ્રેસને જવાબદાર ગણાવતાં હુમલો બોલ્યો કે, કોંગ્રેસએ હંમેશા લુક ઇસ્ટ પોલિસી પર કામ કર્યુ અને આ રાજ્યોમાં વિકાસથી જોડાયેલી પરિયોજનાઓમાં 50-50 વર્ષો સુધી રાહ જોવી પડી. મોદી સરકાર 50 વર્ષોથી અટકેલી પરિયોજનાઓને જ પૂરી કરી રહી છે. રોડ, રેલ્વે અને પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો જેવી પ્રાથમિક સુવિધાએ મોદી સરકારની ભેટ છે.
- Advertisement -