મેક્સિકન નૌસેનાનું એક હેલીકોપ્ટર બ્લેક હૉક દુર્ઘટનાગ્રસ્ત થવાથી 14 લોકોના મોત થઈ ગયા છે.
મેક્સિકોના સિનાલોઆમાં શનિવારે મોટી દુર્ઘટના થઈ ગઈ છે. મેક્સિકન નૌસેનાનું એક હેલીકોપ્ટર બ્લેક હૉક દુર્ઘટનાગ્રસ્ત થવાથી 14 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હોવાનું કહેવાય છે, જો કે, હજૂ સુધી આ દુર્ઘટના પાછળનું કારણ ખબર પડી નથી. સૈન્ય હેલીકોપ્ટરમાં 15 લોકો સવાર હતા. તેમાંથી 14 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે.
- Advertisement -
બ્લેક હોક હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, મેક્સિકન નૌસેનાનું હેલીકોપ્ટર બ્લેક હોક સિનાલોઆના લોસ મોચિસમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. સ્થાનિક મીડિયાએ નૌસેનાના હવાલેથી કહ્યું કે, દુર્ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના મેક્સિકન ડ્રગ માફિકા રાફેલ કારો ક્વિનતેરોની ધરપકડ બાદ તુરંત થયો છે. રાફેલ કારો ક્વિનતેરો એફબીઆઈના 10 સૌથી વાંછિત ગુનેગારોમાંથી એક છે. જો કે, નૌસેનાએ તેની પુષ્ટિ કરી નથી કે, હેલીકોપ્ટર દુર્ઘટના અને ક્વિનતેરોની ધરપકડ વચ્ચે કોઈ કનેક્શન છે.