સરગમ લેડિઝ કલબ આયોજિત સમર ટ્રેઈનીંગ ક્લાસના ઉદઘાટન સમારોહમાં આપ્યું પ્રવચન
ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ: કોટક સ્કૂલમાં તા.19 સુધી બહેનો વિવિધ વર્ગમાં તાલિમ લેશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
વેકેશનના સમયગાળામાં બહેનોના સમયનો સદુપયોગ થાય અને રોજગારલક્ષી તાલીમ લઈને આત્મનિર્ભર બને તે માટે સરગમ લેડીઝ કલબ દ્વારા સમર ટ્રેઈનીંગ ક્લાસનું આયોજન કરાયું છે. આ સમર ટ્રેઈનીંગ ક્લાસના ઉદઘાટન સમારોહમાં બોલતા રાજકોટના મહિલા મેયર નયનાબેન પેઢડીયાએ કહ્યું હતું કે, હું યુવાવસ્થામાં હતી ત્યારે સરગમ લેડીઝ કલબના સમર ટ્રેઈનીંગ ક્લાસમાં શીખવા માટે જતી હતી અને આજે વિવિધ કામમાં નિપુણતા મેળવીને મેયરપદ સુધી પહોચી છું. તેમણે આ આયોજન બદલ સરગમ પરિવારને અભિનંદન પણ આપ્યા હતા.
આ ક્લાસના ઉદઘાટન સમારોહમાં મેયર નયનાબેન પેઢડીયા ઉપરાંત ધારાસભ્ય ડો. દર્શીતાબે ન શાહ, રાજકોટ કેળવણી મંડળના ટ્રસ્ટી નવીનભાઈ ઠક્કર, મહાવીર સેવા ટ્રસ્ટના ચંદ્રકાંતભાઈ શેઠ, જોહર કાર્ડવાળા યુસુફભાઈ માંકડા, ભાજપના ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી ઉપરાંત રેણુબેન યાજ્ઞિક, ચંદ્રિકાબેન ધામેલીયા, આશાબેન શાહ, સુધાબેન ભાયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ પ્રસંગે તાલીમાર્થી બહેનોને સંબોધતા ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહે કહ્યું હતુ કે, આ પ્રકારના ક્લાસ મારફત બહેનો પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે છે અને આત્મનિર્ભર પણ બની શકે છે. કેળવણી મંડળનાં ટ્રસ્ટી નવીનભાઈ ઠક્કરે સરગમ કલબની સેવા પ્રવૃતિને બિરદાવી હતી અને શુભેચ્છા પણ આપી હતી. મહાવીર સેવા ટ્રસ્ટના ચંદ્રકાંત ભાઈ શેઠે પણ સરગમ લેડીઝ કલબને અભિનંદન આપ્યા હતા. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી જયારે આભારવિધિ ડો. ચંદાબેન શાહે કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. માલાબેન કુંડલીયાએ કર્યું હતું. મોટી ટાંકી ચોકમાં આવેલી કોટક સ્કુલમાં યોજાયેલા આ ક્લાસ તા. 09/05/24 થી તા. 19/05/24 સુધી ચાલશે અને આ દિવસો દરમિયાન બહેનોને વિવિધ પ્રકારના 15 થી વધુ વિષયોમાં નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. આ ક્લાસના આયોજનમાં સરગમ કલબને રાજ બેંક, બાન લેબ, મહાવીર સેવા ટ્રસ્ટ, રાધિકા જવેલર્સ અને જોહર કાર્ડનો સહયોગ મળ્યો છે.
આ આયોજનને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, માલાબેન કુંડલીયા, જસુમતીબેન વસાણી, અલ્કાબેન કામદાર, સુધાબેન ભાયા, ગીતાબેન હિરાણી, અલ્કાબેન ધામેલીયા, છાયાબેન દવે,ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, મધુરિકાબેન જાડેજા, જયશ્રીબેન વ્યાસ, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.