સાઉદી અરબના વર્કિંગ વીઝાને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આવનાર વર્ષ 2024થી અહીં કામ કરનાર વિદેશીઓ માટે એક નવો નિયમ તૈયાર કરવામાં આવ્યો છે. સાઉદી સરકારના માનવ સંસાધન અને સામાજીક વિકાસ મંત્રાલયે જાણકારી આપી છે કે 2024થી 24 વર્ષથી ઓછી ઉંમરના નાગરિક કોઈ પણ ઘરેલુ મદદ માટે કોઈ પણ વિદેશી શ્રમિકોને કામ પર નહીં રાખી શકે.
આ નવા નિયમો અનુસાર સાઉદી નાગરિક, સાઉદી પુરૂષોની વિદેશી પત્નીઓ, તેમના માતા અને સાઉદી પ્રીમિયમ પરમિટ ધારક વિદેશી ઘરેલુ શ્રમિકોની ભરતી માટે વીઝા માટે અરજી કરી શકે છે. આ નિયમોને ઘરેલુ શ્રમ બજારને નિયંત્રિત કરવા માટે લાગુ કરવામાં આવ્યો હતો. મુસનેડ પ્લેટફોર્મ એસટીસી પે અને ઉરપે એપ જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સેલેરી ટ્રાન્સફરને સરળ બનાવી શકાય છે.
- Advertisement -
ભારતને કઈ રીતે થશે નુકસાન?
પરંતુ આ નવા નિયમો હેઠળ જે ફેરફાર થયા છે તેનાથી ભારતના શ્રમ બજારને ખૂબ નુકસાન થશે. સાઉદીમાં મોટી સંખ્યામાં યુવા આબાદી એકલી રહે છે. પરંતુ નવા નિયમોના કારણે તે પોતાના ત્યાં કામ પર કોઈને નહીં રાખી શકે. જેનાથી રોજગારમાં કમી આવશે. સાઉદીમાં ઘરેલુ રોજગારની કેટેગરીમાં ડ્રાઈવર, કુક, ગાર્ડ, માળી, નર્સ, દરજીને રાખવામાં આવ્યા છે. લગભગ 26 લાખ ભારતીય સાઉદી અરબમાં કામ કરે છે.