ગુજરાત DRI દ્વારા દમણમાંથી બે અલગ અલગ પાર્સલમાં નેધરલેન્ડથી આવેલ ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે.
ગુજરાત DRIએને મોટી સફળતા મળી છે.DRIની ટીમે સંઘ પ્રદેશ દમણમા બાતમીને આધારે રેડ પાડી હતી. જ્યા તપાસ દરમિયાન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુરક્ષા એજન્સીના અધિકારીની પ્રાથમિક તપાસમાં આ પ્રકરણમાં નેધરલેન્ડની સંડોવણી ખુલવા પામી છે.
- Advertisement -
બે અલગ-અલગ પાર્સલમાંથી ડ્રગ્સ ઝડપ્યું
ગુજરાત DRIને દમણમાં ડ્રગ્સનો જથ્થો ઠલવાઇ તે મામલે બાતમી મળી હતી.જેને લઈને સબંધિત સ્ટાફ દોડી ગયો હતો. જતા તપાસ આદરી નેધરલેન્ડથી પોસ્ટમાં મોકલવામાં આવેલ ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો.નેધરલેન્ડથી દમણમાં પોસ્ટ મારફતે યુવાધને બરબાદીના ખપ્પરમાં હોમવા ડ્રગ્સનો જથ્થો મોકલાયો હતો. જેમાંથી બે અલગ-અલગ પાર્સલમાં આઇસ ડ્રગ્સ પકડી પાડ્યું છે. જેને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આ મામલે કોણ સંડોવાયેલ છે? આ કૃત્ય કેટલા સમયથી ચાલતું હતું. તે સહિતની દિશામાં તપાસ લંબાવી છે.