સોમવારે સાંજે દિલ્હીથી કોલકાતા જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા ટેકઓફ રદ કરવામાં આવ્યું હતું, કારણ કે વિમાન રનવે પર 155 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું હતું.
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેકઓફ કરતા થોડીવાર પહેલા જ એર ઇન્ડિયાની કોલકાતા જતી ફ્લાઇટને રદ કરવી પડી હતી. પ્રાથમિક જાણકારી અનુસાર, વિમાન રનવે પર 155 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે ખામી સર્જાઈ હતી. સાવચેતીના ભાગરૂપે, પાઇલટ્સે બ્રેક લગાવી અને ફ્લાઇટ રોકી દીધી, જેથી તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત રહ્યા હતા. આ ઘટનાને કારણે કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી, પરંતુ એરપોર્ટ પર કામગીરી સરળતાથી ચાલી રહી છે.
- Advertisement -
અસુવિધા બદલ એર ઇન્ડિયાએ ખેદ વ્યક્ત કર્યો
ટેક-ઓફ સમયે ટેક્નિકલ ખામીને કારણે દિલ્હીથી કોલકાતા જતી ફ્લાઇટ AI2403 રિશેડ્યૂલ કરવામાં આવી છે. તમામ મુસાફરો સુરક્ષિત રીતે ઉતરી ગયા છે અને તેમને ગ્રાઉન્ડ સ્ટાફ મદદ કરી રહ્યો છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદન આપતા કહ્યું કે, ‘આ અચાનક સમસ્યાને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે માફી માંગીએ છીએ. એર ઇન્ડિયા માટે તેના મુસાફરોની સલામતી જ સર્વોચ્ચ પ્રાથમિકતા છે.’
મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એર ઈન્ડિયાનું વિમાન રનવે પરથી લપસી ગયું
- Advertisement -
સોમવારે મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ. કોચીથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-2744 ભારે વરસાદ વચ્ચે રનવે પરથી લપસી ગઈ. A320 વિમાન સવારે 9:27 વાગ્યે રનવે 27 પર ઉતર્યું, પરંતુ ટચડાઉન પછી તે રનવેથી 16-17 મીટર ખસી અને કાચા વિસ્તારમાં પ્રવેશ્યું, પરંતુ પાયલોટે સુરક્ષિત રીતે ટેક્સીવે પર તેને કાબુમાં લીધું અને વિમાનને સુરક્ષિત રીતે ગેટ પર લઈ જવામાં આવ્યું.