‘ગુજરાતી હિન્દુ ચરમપંથી, મોદી-શાહ-ઈખ પટેલ’: કચ્છના બંદરે કઙૠ ટેન્કર્સ પર મિસાઇલ હુમલાનો ખાલિસ્તાની કટ્ટરપંથીઓના મેઈલમાં ઉલ્લેખ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાત વિધાનસભાને આજે(18 માર્ચ) બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ધમકીભર્યો મેઇલ મળતાં જ પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ધારાસભ્યો-મંત્રીઓને ગૃહની બહાર કઢાયા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બાદમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા વિધાનસભા ગૃહની કામગીરી 9 વાગ્યાની જગ્યાએ 10 વાગ્યે શરૂ કરાઈ હતી.
આ દરમિયાન બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે અમદાવાદની શાળાઓને પણ બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેઇલ મળતા પોલીસ દોડતી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી, 2026થી શરૂ થયેલું બજેટ સત્ર 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રની 26 બેઠક યોજાશે. ગઇકાલે ઞઈઈ વિધેયક ગૃહમાં લાવવા અંગે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થઈ હતી અને કયા દિવસે ગૃહમાં રજૂ કરવું તે મુદ્દે વિચારણા કરવામાં આવી. જેમાં 25 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા અને અમદાવાદની સ્કૂલોને ખાલિસ્તાની કટ્ટરપંથીઓનો પંજાબી ભાષામાં ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. જેમાં લખ્યું છે કે ગુજરાતી હિન્દુ ચરમપંથી, મોદી-શાહ-ઈખ પટેલ. કચ્છના બંદરે કઙૠ ટેન્કર્સ મિસાઇલ હુમલો કરીશું.
અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઇલ મળતા વાલીઓ દોડી આવ્યા હતા. સ્કૂલોને મળેલા આ ઈ-મેઇલમાં લખ્યું છે કે, ગુજરાત બોલેગા ખાલિસ્તાન. અમદાવાદની સ્કૂલોમાં બપોરે 1.11 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થશે. તમારા બાળકોને બચાવી લેજો. અમદાવાદ-ગાંધીનગરની સ્કૂલોમાં ઈંઊઉ બ્લાસ્ટ કરવામાં આવશે. વિધાનસભા(વિઠ્ઠલભાઈ પટેલ ભવન)માં 2.11 વાગ્યે બ્લાસ્ટ કરવામાં આવશે. ઈખ પટેલ ખાલિસ્તાન રેફરેન્ડમ દે સપોર્ટ વીચ રિઝોલ્યુશન નહીંતર પટેલ ભવન ઉડાવી દઈશું.
ધમકીભર્યા મેઇલને કારણે બોમ્બ-ડોગ સ્કવોડની ટીમોએ સમગ્ર વિધાનસભામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અલગ અલગ ટીમોએ વિધાનસભાના ખૂણે-ખૂણે જઈને તપાસ કરી હતી. કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. વિધાનસભામાં બોમ્બની ધમકી અંગે મળેલા ઈ-મેઇલ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તાત્કાલિક એક ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી.



