આજે મોણપર તાલુકો મહુવા જીલ્લો ભાવનગર મુકામે મોણપર બગદાણા રોડ પર આવેલ કોમી એકતાની મિસાલ પૂરી પાડતી બારગાહે હુસૈની જગ્યામાં બહારની સાઈડ સબીલે ઈમામ હુસૈન નામે ઠંડા પાણી માટે નું ફ્રીજ પદયાત્રીઓ માટે મૂકવામાં આવ્યું ફ્રિજ ના દાતા ભાવનગરના મુન્નાભાઈ વરતેજી છે તેમણે ઘણી જગ્યાએ આવા સબીલે ઈમામ હુસૈનના નામથી ઠંડા પાણીના ફ્રીજ મુકેલા છે ફોટામાં પાછળ ના ભાગે ફ્રી જ દેખાઈ રહ્યું છે તેવું જ એક ફ્રીજ જાહેર જનતા માટે મોક્ષધામ ભાવનાથ મહાદેવ મોણપર ના સ્થાને મૂકવાની તેમણે આશા વ્યક્ત કરી છે અને થોડા જ સમયમાં ત્યાં ફ્રીજ, ફ્રીજ નું સ્ટેન્ડ તથા ડોમ એ એમના ખર્ચે મુકાઈ જશે ત્યારે બારગાહે હુસેનની મા સાથ સહકાર કરવા બદલ મોણપર ગામ વતી તથા ભાવનાથ મહાદેવ મોક્ષધામ મોણપર મુકામે ફ્રીજની સખાવત જાહેર કરવા બદલ મોક્ષધામ વિકાસ સમિતિ વતી તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો
અહેવાલ -જીતુ ગેંગડીયા(મહુવા)