મહાશિવરાત્રિ મેળો આ વર્ષે ‘અલૌકિક અને યાદગાર’ બની રહેશે: ઉુ. ઈળ હર્ષ સંઘવી
‘મિની કુંભ’ ને ભવ્યાતિભવ્ય બનાવવા સરકાર સજ્જ: ટૂરિઝમ વિભાગ દ્વારા ભોલેનાથ થીમ પર સુશોભન
- Advertisement -
શુદ્ધ પીવાનું પાણી અને સ્વચ્છતા માટે વહીવટી તંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગ તૈયાર.
દેશભરના સાધુ-સંતોને હર્ષ સંઘવીનું નિમંત્રણ: આસ્થા અને સુરક્ષા સાથે ભવ્ય આયોજન.
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
- Advertisement -
જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાતા વિશ્ર્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રીએ મેળામાં રવેડીની પરંપરા, શાહી સ્નાન સહિતના મહત્વના આયોજનો બાબતે શ્રીગોરક્ષ નાથ આશ્રમના મહંત શેરનાથબાપુ, જુના અખાડાના ઇન્દ્રભારતી બાપુ, આહવાન અખાડાના ભારદ્વાજજીઅને અગ્નિ અખાડાના પ્રતિનિધિ તથા સાધુ સંતો- પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો .
આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. આગામી તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11 ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે.
મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે. જૂનાગઢમાં યોજાતા ‘મીની કુંભ’ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂૂટ 1.5 કિ.મી. નો હોય છે જેમાં 500 મીટરનો વધારો કરીને આ વર્ષે 2 કિ.મી કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દ્વારા આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. દર વર્ષે અંદાજે 1600 પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે જેની સંખ્યા વધારીને આ વર્ષે 2900થી વધુ કરવામાં આવી છે. મેળામાં કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં ઈઈઝટ કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, અવર જવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર 1,000 થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. 300 થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભવનાથના આંગણે યોજાતા ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં રાજ્ય સહિત દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને સહભાગી થવા નાયબ મુખ્યમંત્રીએ નિમંત્રણ પાઠવ્યું છે. સાથે જ સ્થાનિક નાગરિકોને મેળામાં આવતા શિવભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરી છે.
આ બેઠકમાં યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ડો.જયરામ ગામીત, જુનાગઢ ભવનાથ જુના અખાડાના ઇન્દ્રભારતી બાપુ, શેરનાથ બાપુ, આહવાન અખાડાના ભારદ્વાજજી અને અગ્નિ આખાડાના પ્રતિનિધિ તેમજ સાધુ સંતો, જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ, યાત્રાધામ તેમજ પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા‘
મહાશિવરાત્રિ મેળામાં જાણો આ વર્ષે શું હશે નવું
1 અગાઉ 1600 પોલીસ જવાનો ફરજ બજાવતા હતા, જેની સંખ્યા વધારીને આ વર્ષે 2900 કરવામાં આવી.
2સમગ્ર મેળા વિસ્તાર અને રૂૂટ પર સીસીટીવી કેમેરા દ્વારા 24 કલાક મોનિટરિંગ કરવામાં આવશે.
3પ્રથમવાર જૂનાગઢના 1000થી વધુ સ્થાનિક યુવાનોને ‘વોલેન્ટિયર’ તરીકે જોડીને વ્યવસ્થાપનમાં સામેલ થશે.
4ભોલેનાથની થીમ પર સુશોભન અને લાઈવ સ્ટ્રીમીંગ, જૂનાગઢ શહેર રોશનીથી ઝળહળી ઉઠશે.
5યાત્રિકો માટે ઠેર-ઠેર સેલ્ફી પોઈન્ટ અને ઈન્ફોર્મેશન સેન્ટરો ઉભા કરવામાં આવશે.
6જે શ્રદ્ધાળુઓ મેળામાં નથી આવી શકતા તેના માટે શાહી સ્નાનનું સીધું પ્રસારણ કરવામાં આવશે.
7લાખો ભક્તો માટે 300થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજન અને ઉતારાની વ્યવસ્થા કરવામાં આવશે.
મહાશિવરાત્રિ મેળો: મનપા વિરોધ પક્ષના નેતાની મહત્વની માંગણીઓ
જૂનાગઢમાં આગામી 11 ફેબ્રુઆરીથી શરૂ થનાર મહાશિવરાત્રી મેળાને હવે માત્ર 11 દિવસ બાકી છે, ત્યારે વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ તંત્રના આયોજન સામે સવાલો ઉઠાવ્યા છે. તેમની મુખ્ય રજૂઆતોમાં આ મેળો માત્ર વીઆઈપી લોકો, પદાધિકારીઓ કે અધિકારીઓ પૂરતો સીમિત ન રહેવો જોઈએ. તંત્રએ ‘વીઆઈપી કલ્ચર’ બાજુએ મૂકીને સામાન્ય ભાવિકોની સગવડતાને પ્રાધાન્ય આપવું જોઈએ, તમામ વાહનોને ’ભરડાવાવ’ પાસે અટકાવી દેવાની વિચારણા અયોગ્ય છે. જો વાહનો ત્યાં જ અટકાવી દેવાશે, તો સિનિયર સિટીઝન, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગો મેળા સુધી કેવી રીતે પહોંચશે તે એક મોટો પ્રશ્ર્ન છે. મેળામાં અન્નક્ષેત્ર, ઉતારા મંડળ અને સાધુ-સંતો માટે તંત્ર દ્વારા શું નવી વ્યવસ્થા કરાશે તેની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કામનાથ મહાદેવ મંદિર પાસેના ગોળાઈવાળા સાંકડા રસ્તાને પહોળો કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે તેમ છે. તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવનારી સુવિધાઓની બહોળી પ્રસિદ્ધિ થવી જોઈએ, જેથી દૂરથી આવતા યાત્રીઓને અગાઉથી જાણકારી મળી રહે.



